બાજરા ના લોટ ના અપ્પમ બનાવવાની Recipes
By-Gujju11-12-2023
બાજરા ના લોટ ના અપ્પમ બનાવવાની Recipes
By Gujju11-12-2023
ઘરે ટેસ્ટી અને હેલ્ધી બાજરા ના લોટ ના અપ્પમ બનાવવાની રીત – Bajri na lot na appam banavani Recipes શીખીશું, બાજરો ગ્લુટેન ફ્રી હોવાથી આપણા શરીર માટે ખૂબ જ સારો છે. સાથે વજન ઓછું કરવામાં પણ ફાયદાકારક છે. આજે આપણે ઘરે બાજરા ના લોટ ના ઘોલ માં વેજીટેબલ નાખી ને ટેસ્ટી અપ્પે બનાવતા શીખીશું. સાથે ટામેટા નું ચટણી પણ બનાવીશું. બાજરા ના લોટ ના અપ્પે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવાર ના નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો.
બાજરા ના લોટ ના અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી
- બાજરા નો લોટ 1 કપ
- દહી ½ કપ
- પાણી ¼ કપ
- ગ્રેટ કરેલા ગાજર ½ કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ½ કપ
- ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીમડા ના પાન 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2-3
- સ્વાદ પ્રમાણે મીઠું
- મરી પાવડર ½ ચમચી
- બેકિંગ સોડા 1/4 ચમચી
- લીંબુ નો રસ 3-4 ટીપાં
- સફેદ તલ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- લસણ ની કડી 4-5
- કાશ્મીરી આખા લાલ મરચાં 5-6
- 4 ટામેટા ના ટુકડા
- સ્વાદ પ્રમાણે મીઠું
- ગોળ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
બાજરા ના લોટ ના અપ્પમ બનાવવાની રીત
બાજરા ના લોટ ના અપ્પમ બનાવવા માટે નું મિશ્રણ તૈયાર કરવાની રીત
બાજરા ના લોટ ના અપ્પમ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બાજરા નો લોટ લ્યો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને સરસ થી મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે તેમાં ગ્રેટ કરેલા ગાજર, ઝીણા સુધારેલા લીલાં ધાણા, ઝીણા સુધારેલા કેપ્સીકમ, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીમડા ના પાન, સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે બાજરા ના લોટ ના અપે બનાવવાનું મિશ્રણ.
તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેની ઉપર બે ત્રણ ટીપાં લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર અપે નું સ્ટેન્ડ રાખો. હવે તેમાં તેલ ના બે બે ટીપાં નાખો. હવે તેમાં થોડા થોડા સફેદ તલ નાખો. હવે તેમાં ચમચી ની મદદ થી બાજરા ના લોટ નું મિશ્રણ નાખો. હવ તેની ઉપર ફરી થી સફેદ તેલ છાંટો. હવે તેને ઢાંકી ને ધીમા તાપે બે મિનિટ સુધી ચડવા દયો.
હવે બે મિનિટ પછી ચાકુ ની મદદ થી અપે ને પલટાવી દયો. હવે ફરી થી તેને બે મિનિટ સુધી સેકી લ્યો. આવી રીતે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી ઘીમાં તાપે અપે ને સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા અપે બનાવી ને તૈયાર કરી લ્યો.
ચટણી બનાવવા માટેની રીત
ચટણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કડી નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવ તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં ટામેટા ના ટુકડા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા ને સરસ થી બે ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો.
ત્યાર બાદ તેમાં થોડો ગોળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે ચટણી ના મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો.
ત્યાર બાદ એક મિક્સર જારમાં ચટણી ના મિશ્રણ ને નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેને પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ટામેટા ની ચટણી.
તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી બાજરા ના લોટ ના અપે અને ટામેટા ની ચટણી.