બકરી ઈદ
By-Gujju19-09-2023
બકરી ઈદ
By Gujju19-09-2023
ભારત અને વિશ્વમાં પરમપરાગત ધરમોત્સાહ અને ઉલ્લાશ સાથે ઉજવાતા તહેવારોમાં હિન્દુ, શીખ, ખ્રિસ્તી ,પારશી વગેરે ધર્મના લોકો જુદા જુદા તહેવારો ઉજવેછે તેમાં મુસ્લિમ ધર્મનો પવિત્ર તહેવાર એટલે ઈદ ઉલ જુહા (બકરી ઈદ ) આનો અરબી ભાષામાં કુરબાની થાય છે. જેને કુરબાનીનો તહેવાર કહેવામા આવે છે.
આ તહેવાર ની પૌરાણિક કથા એવી છે કે ઇસ્લામી માન્યતા મુજબ ઇબ્રાહિમની પરીક્ષા લેવા માટે અલ્લા એ તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ કર્યો. તે મક્કા ની નજીકના મીનાના પહાડ પર ઇસ્લામને વેદી પર ચડાવવા ગયા. ત્યાં તેણે આ પોતાની આખે ન જોવા માટે આખો પર પાટા બાંધી દીધા. જ્યારે આ કામ પૂરું થતાં જેવી આંખો પરથી પટ્ટી હટાવી તો પોતાનો પુત્ર સામે જીવતો ઊભો હતો. અને વેદી પર કપયેલું બકરીનું બચ્ચું પડિયું હતું. આથી આ તહેવારે મુસલમાન દ્વારા બકરો ,ઘેટુ કે કોઈ પણ ચાર પગ વાળા પશુ ની કુરબાની કરવામાં આવે છે. આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રધાંનું પ્રતિક છે. આમ ઈદ ની નમાજ પછી કુરબાનીનું ગોશ્ત વહેચવામાં આવે છે. અને બધા સાથે મળી જમવા બેસે છે.
આ તહેવાર ત્રણ દિવશ માથી કોઈ પણ એક દિવશ જેની પાસે 400 ગ્રામ કે તેથી વધારે સોનું હોય તે મનાવે છે. શ્રીમંત લોકો ઘરમાં એક વ્યક્તિ દીઠ એક પશું ની કુરબાની કરીને માંસ નું એક ભાગ ગરીબ ને વહેચવામાં આવે છે. તેમજ જે પરિવારો ગરીબ હોય તે સાથે મળીને પાશું ની કરબાની આપે છે.
આ તહેવાર પ્રાર્થનાઑ અને અભિવાદન કરવાનો તેમજ ભેટ આપવામાં પણ આવે છે. તેમજ કુરબાનીનો તહેવાર પણ માનવમાં આવે છે. મુસ્લિમ બિરાદરો ની માન્યતા મુજબ પોતાના જીવન માં એક વાર પણ હજ માં ગયેલી કે ના ગયેલી વ્યક્તિ આ દિવશે પશુબલી ધરવામાં પોતાનું કર્તવ્ય સમજે છે. આ તહેવાર મક્કા નગરીમાં હજની ફરજ અદા કર્યા ની સમાપ્તિ બાદ ત્યાર પછીના દિવશે ઈદ- ઉજ-જુહા ઉજવવામાં આવે છે. આ તહેવાર સાઉદી અરબ ના મક્કા ની ધાર્મિક યાત્રા પૂરી થવાનું પ્રમાણ પત્ર છે.
આમ આ તહેવાર મુસ્લિમ બિરાદરો ખુબજ ધામ ધૂમ થી ઉજવે છે. આ તહેવાર ઉપર સમર્પણ ભાવની અનુભૂતિ કરાવે છે. આ દિવશે જાહેર રજા હોય છે.
ઈદ ઉલ અજહા એટલે ત્યાગ અને બલિદાન નો તહેવાર …
આમ દર વર્ષે પયગંબર સાહેબ ની કુરબાની ની યાદ માં બકરી ઈદ મનાવવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં મુહર્રમ મહિનાથી વર્ષ ની શરૂઆત થાય છે. આ મુજબ ના માહિનામાં જીલહિજ્જહ માહિનામાં 10 તારીખે બકરી ઈદ આવે છે.