Sunday, 22 December, 2024

Bal Kand Doha 118

148 Views
Share :
Bal Kand  							Doha 118

Bal Kand Doha 118

148 Views

श्रीराम की महिमा
 
(चौपाई)
एहि बिधि जग हरि आश्रित रहई । जदपि असत्य देत दुख अहई ॥
जौं सपनें सिर काटै कोई । बिनु जागें न दूरि दुख होई ॥१॥
 
जासु कृपाँ अस भ्रम मिटि जाई । गिरिजा सोइ कृपाल रघुराई ॥
आदि अंत कोउ जासु न पावा । मति अनुमानि निगम अस गावा ॥२॥
 
बिनु पद चलइ सुनइ बिनु काना । कर बिनु करम करइ बिधि नाना ॥
आनन रहित सकल रस भोगी । बिनु बानी बकता बड़ जोगी ॥३॥
 
तनु बिनु परस नयन बिनु देखा । ग्रहइ घ्रान बिनु बास असेषा ॥
असि सब भाँति अलौकिक करनी । महिमा जासु जाइ नहिं बरनी ॥४॥
 
(दोहा)
जेहि इमि गावहि बेद बुध जाहि धरहिं मुनि ध्यान ॥
सोइ दसरथ सुत भगत हित कोसलपति भगवान ॥ ११८ ॥
 
શ્રીરામનો મહિમા
 
એવી રીતે અસત્ય તોપણ જગત રહે હરિઆશ્રયમાં,
મિથ્યા તોપણ દુઃખ આપતું નાખી મમતાબંધનમાં;
 
સ્વપ્નદશામાં કપાય મસ્તક દુઃખ રહે તેનું તોપણ,
જાગ્યા વિના શમે સંકટ ના તેમ ટળે ના મનનો ભ્રમ.
 
જેની કૃપાથકી ભ્રમ જાય એ જ કૃપાળુ ખરે રઘુરાય,
આદિ અંત ના પામ્યું કોઇ, વેદ વળી અનુમાને ગાય.
 
ચરણ વગર ચાલે છે તે, સુણે શ્રવણ ના છતાંય એ,
હાથ વિના પણ કર્મ કરે, વદન વિના રસ સકળ ગ્રહે;
 
વાણી નથી તોય છે વક્તા, નેત્ર નથી તોપણ છે દ્રષ્ટા,
સ્પર્શ કરે છે તન ના તોય સૂંઘે નાક ભલે ના હોય.
 
મનના વિના મનન કરતા, હૃદય વિના ભાવો ભરતા;
કર્મ અલૌકિક સઘળાં એમ, મહિમા વર્ણન કરાય કેમ ?
 
(દોહરો)       
એમ ગાય છે જેમને વેદશાસ્ત્ર વિદ્વાન,
યોગી ઋષિ મુનિ જેમનું ધરે અંતરે ધ્યાન;
 
દશરથના સુત તે જ છે ભક્તજનોના પ્રાણ;
શરણાગતવત્સલ સ્વયં કોશલપતિ ભગવાન.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *