Sunday, 22 December, 2024

Bal Kand Doha 22

161 Views
Share :
Bal Kand  							Doha 22

Bal Kand Doha 22

161 Views

रामनाम की महिमा
 
(चौपाई)
नाम जीहँ जपि जागहिं जोगी । बिरति बिरंचि प्रपंच बियोगी ॥
ब्रह्मसुखहि अनुभवहिं अनूपा । अकथ अनामय नाम न रूपा ॥१॥
 
जाना चहहिं गूढ़ गति जेऊ । नाम जीहँ जपि जानहिं तेऊ ॥
साधक नाम जपहिं लय लाएँ । होहिं सिद्ध अनिमादिक पाएँ ॥२॥
 
जपहिं नामु जन आरत भारी । मिटहिं कुसंकट होहिं सुखारी ॥
राम भगत जग चारि प्रकारा । सुकृती चारिउ अनघ उदारा ॥३॥
 
चहू चतुर कहुँ नाम अधारा । ग्यानी प्रभुहि बिसेषि पिआरा ॥
चहुँ जुग चहुँ श्रुति ना प्रभाऊ । कलि बिसेषि नहिं आन उपाऊ ॥४॥
 
(दोहा)
सकल कामना हीन जे राम भगति रस लीन ।
नाम सुप्रेम पियूष हद तिन्हहुँ किए मन मीन ॥ २२ ॥
 
રામનામનો મહિમા
 
બ્રહ્માએ સર્જયું સર્જન, એમાં કરવા પ્રભુદર્શન,
જપે નામ જાગ્રત યોગીજન, ધન્ય બને પામી અનુભવધન.
 
ગૂઢ રહસ્ય જાણવા માગે નામ જપે તે નિશદિન રાગે;
બને નામજપમાં જે લીન અષ્ટસિદ્ધિથી થાયે સિદ્ધ.
 
પીડાગ્રસ્ત જપે જો નામ, તેનાં સંકટ મટે તમામ;
દુઃખ ટળે ને સુખ આપે, સિદ્ધ બને સઘળાંયે કામ.
 
અર્થાર્થી જ્ઞાની ને આર્ત ભક્ત કહ્યા જિજ્ઞાસુ કૃતાર્થ,
ભક્તોના એ ચાર પ્રકાર, ચારે અનઘ પવિત્ર ઉદાર.
 
ચારેને છે નામ આધાર, જ્ઞાની પર પ્રભુને વધુ પ્યાર;
ચાર વેદમાં પ્રગટ પ્રભાવ, કોઇ યુગમાં નથી અભાવ.
 
વિશેષ કલિયુગમાં મહિમા, નામતણો અતુલિત મહિમા,
નામ વિના કોઇ ન ઉપાય, બંધન નામથકી જ કપાય.
 
(દોહરો)       
સકલ કામનાહીન જે રામભક્તિરસ લીન
તે પણ નામસુધાસરે કરતા મનને મીન.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *