Friday, 25 October, 2024

Bal Kand Doha 23

116 Views
Share :
Bal Kand  							Doha 23

Bal Kand Doha 23

116 Views

रामनाम की महिमा
 
(चौपाई)
अगुन सगुन दुइ ब्रह्म सरूपा । अकथ अगाध अनादि अनूपा ॥
मोरें मत बड़ नामु दुहू तें । किए जेहिं जुग निज बस निज बूतें ॥१॥
 
प्रोढ़ि सुजन जनि जानहिं जन की । कहउँ प्रतीति प्रीति रुचि मन की ॥
एकु दारुगत देखिअ एकू । पावक सम जुग ब्रह्म बिबेकू ॥२॥
 
उभय अगम जुग सुगम नाम तें । कहेउँ नामु बड़ ब्रह्म राम तें ॥
ब्यापकु एकु ब्रह्म अबिनासी । सत चेतन धन आनँद रासी ॥३॥
 
अस प्रभु हृदयँ अछत अबिकारी । सकल जीव जग दीन दुखारी ॥
नाम निरूपन नाम जतन तें । सोउ प्रगटत जिमि मोल रतन तें ॥४॥
 
(दोहा)
निरगुन तें एहि भाँति बड़ नाम प्रभाउ अपार ।
कहउँ नामु बड़ राम तें निज बिचार अनुसार ॥ २३ ॥
 
રામનામનો મહિમા
 
અગુણ સગુણ બે બ્રહ્મસ્વરૂપ, અકથ અગાધ અનાદિ અનૂપ,
મોટું એથી નામ રસાળ મારા નિશ્ચિત મત અનુસાર;
બંનેને વશ કરતું નામ સાધકને કરતું કૃતકામ.
 
સુજન ન સમજે ધૃષ્ટતા જરી, કહી કથા રુચિને અનુસરી;
પ્રતીતિ પ્રીતિ મારા મનની શ્રદ્ધાપૂર્વક મેં વર્ણવી.
 
દેખાયે ના નિર્ગુણ બ્રહ્મ પાવક ગુપ્ત કાષ્ઠમાં જ્યમ,
સગુણ બ્રહ્મ પ્રત્યક્ષ ગણાય, પાવક પ્રગટ સમાન મનાય.
 
નિર્ગુણ સગુણ કઠિન છે બે, નામથી સુલભ બનતા તે,
તેથી કહ્યું નામને મેં મોટું રામથકી પણ છે.
 
વ્યાપક એક બ્રહ્મ અવિનાશી, સત ચેતન ઘન આનંદરાશી,
એ અવિકારી હૃદય રહે તોપણ સુખ ના જીવ લહે.
 
મહિમા જાણી જપતાં નામ, રત્ન જાણતાં મૂલ્ય તમામ
જણાય તેમજ પ્રગટ બને બ્રહ્મ અશાંતિ સમસ્ત હણે.
 
(દોહરો)       
નામ એમ મોટું ખરે નિર્ગુણ બ્રહ્મથકી,
નામપ્રભાવ અપાર છે, વર્ણન થાય નહીં.
 
સંકોચ વિના જો કહું મુજ વિચાર અનુસાર
તો કહીશ કે રામથી મોટું નામ રસાળ.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *