रामनाम की महिमा
(चौपाई)
नाम प्रसाद संभु अबिनासी। साजु अमंगल मंगल रासी ॥
सुक सनकादि सिद्ध मुनि जोगी । नाम प्रसाद ब्रह्मसुख भोगी ॥१॥
नारद जानेउ नाम प्रतापू । जग प्रिय हरि हरि हर प्रिय आपू ॥
नामु जपत प्रभु कीन्ह प्रसादू । भगत सिरोमनि भे प्रहलादू ॥२॥
ध्रुवँ सगलानि जपेउ हरि नाऊँ । पायउ अचल अनूपम ठाऊँ ॥
सुमिरि पवनसुत पावन नामू । अपने बस करि राखे रामू ॥३॥
अपतु अजामिलु गजु गनिकाऊ । भए मुकुत हरि नाम प्रभाऊ ॥
कहौं कहाँ लगि नाम बड़ाई । रामु न सकहिं नाम गुन गाई ॥४॥
(दोहा)
नामु राम को कलपतरु कलि कल्यान निवासु ।
जो सुमिरत भयो भाँग तें तुलसी तुलसीदासु ॥ २६ ॥
રામનામનો મહિમા
નામકૃપાથી શિવ અવિનાશી, વેશ અમંગલ મંગલરાશી.
શુક સનકાદિ સિદ્ધ મુનિ યોગી નામે થયા બ્રહ્મરસભોગી.
નારદ જાણે નામપ્રતાપ, જગપ્રિય હરિ હરિહરપ્રિય આપ;
જપથી પ્રભુએ કૃપા કરી પ્રહલાદ થયા શિરોમણિ
ભક્તોકેરા શિરોમણિ.
શોકિત ધ્રુવ હરિનામ જપી અવિચળ પદ પામ્યા તપથી;
પવનસુત સ્મરી પાવન નામ વશ કરી શક્યા રઘુપતિ રામ.
અજામીલ ગજ ગણિકા નીચ, કરી પૂર્ણ પ્રભુનામે પ્રીત,
મુક્તિ પામ્યાં કલેશ થકી પામી કૃપાતણું નવનીત.
મહિમા કહું નામનો શે, ગુણો નામના અનંત છે,
શેષ શારદા બ્રહ્મા ને ગાઇ રામ શકે ના તે.
(દોહરો)
રામનામ કલિકલ્પતરુ ને કલ્યાણ નિવાસ;
થયો સ્મરીને ભાગશો તુલસી તુલસીદાસ.