Sunday, 22 December, 2024

Bal Kand Doha 31

148 Views
Share :
Bal Kand  							Doha 31

Bal Kand Doha 31

148 Views

रामकथा की महिमा
 
(चौपाई)
तदपि कही गुर बारहिं बारा । समुझि परी कछु मति अनुसारा ॥
भाषाबद्ध करबि मैं सोई । मोरें मन प्रबोध जेहिं होई ॥१॥
 
जस कछु बुधि बिबेक बल मेरें । तस कहिहउँ हियँ हरि के प्रेरें ॥
निज संदेह मोह भ्रम हरनी । करउँ कथा भव सरिता तरनी ॥२॥
 
बुध बिश्राम सकल जन रंजनि । रामकथा कलि कलुष बिभंजनि ॥
रामकथा कलि पंनग भरनी । पुनि बिबेक पावक कहुँ अरनी ॥३॥
 
रामकथा कलि कामद गाई । सुजन सजीवनि मूरि सुहाई ॥
सोइ बसुधातल सुधा तरंगिनि । भय भंजनि भ्रम भेक भुअंगिनि ॥४॥
 
असुर सेन सम नरक निकंदिनि । साधु बिबुध कुल हित गिरिनंदिनि ॥
संत समाज पयोधि रमा सी । बिस्व भार भर अचल छमा सी ॥५॥
 
जम गन मुहँ मसि जग जमुना सी । जीवन मुकुति हेतु जनु कासी ॥
रामहि प्रिय पावनि तुलसी सी । तुलसिदास हित हियँ हुलसी सी ॥६॥
 
सिवप्रय मेकल सैल सुता सी । सकल सिद्धि सुख संपति रासी ॥
सदगुन सुरगन अंब अदिति सी । रघुबर भगति प्रेम परमिति सी ॥७॥
 
(दोहा)
राम कथा मंदाकिनी चित्रकूट चित चारु ।
तुलसी सुभग सनेह बन सिय रघुबीर बिहारु ॥ ३१ ॥
 
રામકથાનો મહિમા
 
(દોહરો)       
તોપણ ગુરુદેવે કહી વારંવાર કથા,
મતિ અનુસાર શ્રમે કરી સમજી શક્યો જરા.
 
એ જ કથાને આજ હું કવિતાબદ્ધ કરું,
ભાવભક્તિ પ્રજ્ઞાથકી મનને લેશ ભરું.
 
મારામાં જે બુદ્ધિ ને વિવેકનું બળ છે
પ્રેરણા વળી પ્રભુતણી ઉરની અંદર છે
 
કથા કહું એ મુજબ હું શંકા ભ્રમ હરનાર,
ભવસાગરનૌકા સમી મોહમુક્ત કરનાર.
*
વિદ્વાનોને શાંતિ આપતી, રંજન સૌનું સદા કરે,
રામકથા કલિયુગનાં દૂષણ પાતક તેમ સમસ્ત હરે;
 
તક્ષક કલિયુગ કેરો મારે, પ્રજ્ઞા પાવન પ્રગટાવે,
રામભક્તિની ગંગા જગવે, જીવનમંગલને લાવે.
 
કામધેનુ એ કલિકાળમહીં સંજીવની પરમબૂટી,
સરિતા સુધાતણી, ભયનાશક, જાય ભ્રાંતિ મનની લૂંટી;
 
અસુરોની સેના સમાન છે નાશ નરકનો કરનારી,
કુળનું હિત કરનારી, દુર્ગા દુઃખ દેવનાં હરનારી.
 
ક્ષીરસમુદ્રમહીં સંતોના લક્ષ્મી સમાન એ ન્યારી,
પૃથ્વી ઉપાડનારી નિશદિન ભાર જગતકેરો ભારી.
 
યમદૂતોને નિરાશ કરતી એવી અદભુત યમુના એ,
રામકથા જ્યાં થતી હોય ત્યાં કાળ કદી ફાવી ન શકે;
 
મોક્ષદાયિની કાશી જેવી, તુલસીશી પ્રિય રઘુવરને,
તુલસીની માતા હુલસીશી કરનારી નિશદિન પ્રિયને.
 
નર્મદાસમી શંકરને પ્રિય, સિદ્ધિસુખ સંપત્તિ પરમ,
વૈભવ ધનભંડાર, સદગુણોતણી જનેતા અદિતિ અમર;
 
રામપ્રેમ શ્રદ્ધાભક્તિના પૂર્ણસ્વરૂપ સમાન કથા,
જે એનો આશ્રય લેતા તે વિસરી જાય બધીય વ્યથા.
 
(દોહરો)       
રામકથા મંદાકિની ચિત્રકૂટ છે ચિત્ત,
તુલસી સુંદર વન વસે એમાં પાવન પ્રીત.
 
સીતા ને રઘુવીર ત્યાં નિત્ય વિહાર કરે,
ઝાંખી કરતાં એમની ભક્ત ત્રિતાપ તરે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *