Saturday, 27 July, 2024

Bal Kand Doha 32

124 Views
Share :
Bal Kand  							Doha 32

Bal Kand Doha 32

124 Views

रामकथा की महिमा
 
(चौपाई)
राम चरित चिंतामनि चारू । संत सुमति तिय सुभग सिंगारू ॥
जग मंगल गुन ग्राम राम के । दानि मुकुति धन धरम धाम के ॥१॥
 
सदगुर ग्यान बिराग जोग के । बिबुध बैद भव भीम रोग के ॥
जननि जनक सिय राम प्रेम के । बीज सकल ब्रत धरम नेम के ॥२॥
 
समन पाप संताप सोक के । प्रिय पालक परलोक लोक के ॥
सचिव सुभट भूपति बिचार के । कुंभज लोभ उदधि अपार के ॥३॥
 
काम कोह कलिमल करिगन के । केहरि सावक जन मन बन के ॥
अतिथि पूज्य प्रियतम पुरारि के । कामद घन दारिद दवारि के ॥४॥
 
मंत्र महामनि बिषय ब्याल के । मेटत कठिन कुअंक भाल के ॥
हरन मोह तम दिनकर कर से । सेवक सालि पाल जलधर से ॥५॥
 
अभिमत दानि देवतरु बर से । सेवत सुलभ सुखद हरि हर से ॥
सुकबि सरद नभ मन उडगन से । रामभगत जन जीवन धन से ॥६॥
 
सकल सुकृत फल भूरि भोग से । जग हित निरुपधि साधु लोग से ॥
सेवक मन मानस मराल से । पावक गंग तंरग माल से ॥७॥
 
(दोहा)
कुपथ कुतरक कुचालि कलि कपट दंभ पाषंड ।
दहन राम गुन ग्राम जिमि इंधन अनल प्रचंड ॥ ३२(क) ॥
 
रामचरित राकेस कर सरिस सुखद सब काहु ।
सज्जन कुमुद चकोर चित हित बिसेषि बड़ लाहु ॥ ३२(ख) ॥
 
રામકથાનો મહિમા
 
(દોહરો)       
રામચરિત ચિંતામણિ. સંત સુબુદ્ધિ સ્ત્રી,
એના શુભ શૃંગારશી કથા સમસ્ત કહી.
 
ગુણો રામના જગતનું મંગલ કરનારા,
ધર્મ મુક્તિ ધન ધામ ને સિદ્ધિ ધરનારા.
 
જ્ઞાન યોગ વૈરાગ્યના ગુરુ રામગુણ છે,
અશ્વિનીકુમારો સમા ભવના વ્યાધિને.
 
પ્રેમ રામસીતાતણો માત બની જગવે,
વ્રત નિયમો ને ધર્મનું બીજ સનાતન છે.
*
શોક પાપ સંતાપ શમાવે, આ ને પરલોકે સુખ દે,
જ્ઞાનરૂપી રાજાના મંત્રી, લોભસિંધુના અગસ્ત્ય એ,
 
ભક્તજનોના મનના વનમાં કલિમલના હાથી ફરતા,
કામક્રોધ ને મમતાકેરાં હિંસક પશુ તેમજ રમતાં,
 
રામગુણો સિંહતણા શાવક બની એમના પ્રાણ હરે,
શિવને પ્રિય ને પૂજ્ય, દૈન્યના દાવાનળને શાંત કરે.
                              એવા એ તો મેઘ ખરે.
 
મંત્ર મહામણિ વિષયોકેરા સર્પને તરત ઉતારતા,
લલાટે લખ્યા ઘોર લેખને રમત માત્રમાં મટાડતા.
 
સૂર્યકિરણશા અવિદ્યાતણા અંધકારને હરનારા,
રામકથાના ગુણ વર્ષાશા સમૃદ્ધિને ધરનારા.
 
ઇપ્સિત ફળને પ્રદાન કરતાં કલ્પવૃક્ષ જેવા છે એ.
સેવા કરવાથી હરિહરની પેઠે સુખદ સદાયે છે.
 
શરદઋતુસમા કવિના મનના આકાશે બનતાં તારા
શોભા ધરતા, રામભક્તના જીવનની મંગલ માળા.
 
પુણ્યોના ફળરૂપ ભોગ એ, હિત કરનારા સંતસમા,
હંસસમાન વિહરતા ભક્તજનોના માનસરોવરમાં.
 
પવિત્ર ગંગાતરંગ પેઠે પુનિત પ્રાણને કરનારા,
વિષાદ જડતા પ્રમાદ ભય ને ભેદભાવને હરનારા.
 
(દોહરો)       
પ્રચંડ પાવક કાષ્ઠને બાળી નાખે જેમ
ગુણો રામના કપટ ને કુતર્ક બાળે તેમ.
 
દંભ કુચાલ ઘમંડ ને દૂર કરે પાખંડ,
સુખ આપે રઘુવરકથા બનતાં પૂનમચંદ.
 
સૌને સુખ આપે છતાં હિતકર વધુ એ
સજ્જનરૂપી કુમુદને ને ચકોર મનને.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *