लग्न का वर्णन
(चौपाई)
बिधुबदनीं सब सब मृगलोचनि । सब निज तन छबि रति मदु मोचनि ॥
पहिरें बरन बरन बर चीरा । सकल बिभूषन सजें सरीरा ॥१॥
सकल सुमंगल अंग बनाएँ । करहिं गान कलकंठि लजाएँ ॥
कंकन किंकिनि नूपुर बाजहिं । चालि बिलोकि काम गज लाजहिं ॥२॥
बाजहिं बाजने बिबिध प्रकारा । नभ अरु नगर सुमंगलचारा ॥
सची सारदा रमा भवानी । जे सुरतिय सुचि सहज सयानी ॥३॥
कपट नारि बर बेष बनाई । मिलीं सकल रनिवासहिं जाई ॥
करहिं गान कल मंगल बानीं । हरष बिबस सब काहुँ न जानी ॥४॥
(छंद)
को जान केहि आनंद बस सब ब्रह्मु बर परिछन चली ।
कल गान मधुर निसान बरषहिं सुमन सुर सोभा भली ॥
आनंदकंदु बिलोकि दूलहु सकल हियँ हरषित भई ॥
अंभोज अंबक अंबु उमगि सुअंग पुलकावलि छई ॥
(दोहा)
जो सुख भा सिय मातु मन देखि राम बर बेषु ।
सो न सकहिं कहि कलप सत सहस सारदा सेषु ॥ ३१८ ॥
લગ્નનું વર્ણન
વિધુવદન નારી મૃગલોચન તન ચારુ રતિમદમોચન,
ધાર્યા રંગબેરંગી ચીર સજ્યાં ભૂષણ દિવ્ય શરીર.
શણગારીને સુંદર અંગ ગાતી રસની રેલીને ગંગ;
કડાં ઘૂઘરી નૂપુર વાગે જાણે કોઇને આમંત્રે રાગે.
શચી શારદા લક્ષ્મી ભવાની શુચિ દેવાંગના ન શાણી
ધરી કપટ નારી વેશ સજી સુમનમાળથી કેશ
રાણીવાસમાં જઇ વિરાજી, એવું કરતાં લેશ ના લાજી,
શક્યું ઓળખી ત્યાં ન કોઇ, ગાયાં ગીતો અવસરને જોઇ.
(છંદ)
કો ઓળખે કોને કહો સાનંદ સર્વે વર બન્યા
પરબ્રહ્મને સત્કારવા ચાલી પરમ હર્ષિતમના;
આનંદકંદ વિલોકતાં વર આંખમાં પ્રેમાશ્રુનાં,
ફૂટયાં ઝરણ, ભાવો હૃદય પ્રગટયા સુખદ સૌભાગ્યના.
(દોહરો)
વેશ રામનો નીરખતાં હરખી સીતામાત,
સુખની એના કવિથકી કેમ કરાયે વાત.
શેષ શારદા લક્ષ હો લક્ષ વળી હો કલ્પ
કરાય વર્ણન તોય તે વર્ણન કરાય અલ્પ.