महाराजा जनक अपनी कृतज्ञता व्यक्त करते है
(चौपाई)
सबहि भाँति मोहि दीन्हि बड़ाई। निज जन जानि लीन्ह अपनाई ॥
होहिं सहस दस सारद सेषा। करहिं कलप कोटिक भरि लेखा ॥१॥
मोर भाग्य राउर गुन गाथा। कहि न सिराहिं सुनहु रघुनाथा ॥
मै कछु कहउँ एक बल मोरें। तुम्ह रीझहु सनेह सुठि थोरें ॥२॥
बार बार मागउँ कर जोरें। मनु परिहरै चरन जनि भोरें ॥
सुनि बर बचन प्रेम जनु पोषे। पूरनकाम रामु परितोषे ॥३॥
करि बर बिनय ससुर सनमाने। पितु कौसिक बसिष्ठ सम जाने ॥
बिनती बहुरि भरत सन कीन्ही। मिलि सप्रेमु पुनि आसिष दीन्ही ॥४॥
(दोहा)
मिले लखन रिपुसूदनहि दीन्हि असीस महीस।
भए परस्पर प्रेमबस फिरि फिरि नावहिं सीस ॥ ३४२ ॥
મહારાજા જનક વિદાયવેળાએ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે
ધરી શ્રેષ્ઠતા સર્વપ્રકાર કર્યો જાણતાં નિજ જન પાર,
અપનાવી મુજને લીધો, યશ અક્ષય અઢળક દીધો.
દશ સહસ્ત્ર શારદ ને શેષ કોટિ કલ્પલગ કહે હમેશ
તોપણ મારી ભાગ્યકથા ગુણો તમારા પૂર્ણ તથા
કહી શકે સ્વપ્નેય નહીં, મનની મનમાં જાય રહી.
અલ્પ પ્રેમથી થાવ પ્રસન્ન, એ જ ભરોસો મારે મન.
કર જોડીને વારંવાર માગું હે પ્રભુ દીનદયાળ,
ભૂલેચૂકે મારું મન તજે તમારાં કદી નહી ચરણ,
લઉં સદાય સસ્નેહ શરણ.
રઘુનંદન પામ્યા પરિતોષ, વિનય કરી રાખીને હોંશ,
દશરથ વિશ્વામિત્ર વસિષ્ઠ સમાન સન્માન કર્યું શિષ્ટ.
(દોહરો)
શ્રેષ્ઠતા ધરી જનકને સાદર ચાલ્યા રામ;
જનકે વિશ્વામિત્રના ચરણે કર્યા પ્રણામ.