Sunday, 22 December, 2024

બરસન લાગ્યો રંગ

333 Views
Share :
બરસન લાગ્યો રંગ

બરસન લાગ્યો રંગ

333 Views

બરસન લાગ્યો રંગ શબદ ચઢ લાગ્યો રી

જનમ મરણ કી દુવિધા ભારી,
સમરથ નામ ભજન લત લાગી
મેરે સતગુરુ દીન્હીં સૈન સત્ય કર પા ગયો રી … બરસન લાગ્યો

ચઢી સૂરજ પશ્ચિમ દરવાજા,
ભ્રુકુટિ મહેલ પુરુષ એક રાજા
અનહદ કી ઝંકાર બજે વહાં બાજા રી … બરસન લાગ્યો

અપને પિયા સંગ જાકર સોઈ,
સંશય શોક રહા નહીં કોઈ,
કટ ગયે કરમ કલેશ, ભરમ ભય ભાગા રી … બરસન લાગ્યો રંગ

શબદ વિહંગમ ચાલ હમારી
કહ કબીર સતગુરુ દઈ તારી
રિમઝિમ રિમઝિમ હોય તાલ બસ આઈ ગયો રી … બરસન લાગ્યો રંગ.

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ પોતાની અનુભૂતિનું વર્ણન કરે છે. જન્મ મરણના ચક્રમાં ફસાયેલ જીવને સદગુરુનું શરણ અને મંગલ માર્ગદર્શન મળે અને એ પ્રમાણે એ ચાલે તો એનો બેડો પાર થઈ જાય. કબીર સાહેબ યોગના ગુઢ જ્ઞાનને પોતાના ભજનમાં સુંદર રીતે પ્રસ્ફુટિત કરતાં કહે છે કે કુંડલિની જાગ્રત થતાં પ્રાણ કરોડરજ્જુના માર્ગે પાછળના દરવાજેથી ઉપર ચઢી ભ્રમર મધ્યે પહોંચે છે જ્યાં આત્મદેવ વિરાજે છે. એમ થવાથી સમાધિ દશાનો અનુભવ થાય છે. અનાહત નાદ સંભળાય છે. જ્યારે આવો અનુભવ થાય છે ત્યારે કોઈ સંશય રહેતા નથી, ભયનો નાશ થાય છે અને માયાનો પડદો હટી જતાં બધા જ ભ્રમ ભાંગી જાય છે. કર્મોના બંધન અને ક્લેશનો નાશ થાય છે. કબીર સાહેબ કહે છે કે સદગુરુએ મને આ માર્ગ બતાવ્યો અને ભવબંધનમાંથી તારી લીધો. હવે એ પથ પર હું આનંદ આનંદનો અનુભવ કરતાં ચાલી રહ્યો છું.

English

Barasan lagyo rang shabad chadh lagyo ri

janam maran kee duvidha bhari,
samarath nam bhajan lat lagi
mere sataguru dinhin sain saty kar pa gayo ri … barasan lagyo

chadhi sooraj pashchim darawaja,
bhrukuti mahel purush ek raja
anahad kee jhankar baje vahan baja ri … barasan lagyo

apane piya sang jakar soee,
sanshay shok raha nahin koee,
kat gaye karam kalesh, bharam bhay bhaga ri … barasan lagyo rang

shabad vihangam chal hamari
kah Kabir sataguru daee tari
rimajhim rimajhim hoy tal bas aaee gayo ri … barasan lagyo rang.

Hindi

बरसन लाग्यो रंग शबद चढ लाग्यो री

जनम मरण की दुविधा भारी,
समरथ नाम भजन लत लागी
मेरे सतगुरु दीन्हीं सैन सत्य कर पा गयो री … बरसन लाग्यो

चढी सूरज पश्चिम दरवाजा,
भ्रुकुटि महेल पुरुष एक राजा
अनहद की झंकार बजे वहां बाजा री … बरसन लाग्यो

अपने पिया संग जाकर सोई,
संशय शोक रहा नहीं कोई,
कट गये करम कलेश, भरम भय भागा री … बरसन लाग्यो रंग

शबद विहंगम चाल हमारी
कह कबीर सतगुरु दई तारी
रिमझिम रिमझिम होय ताल बस आई गयो री … बरसन लाग्यो रंग.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *