Saturday, 21 December, 2024

બે થી ત્રણ દિવસની રજામાં ગુજરાતમાં ફરવા લાયક આ જગ્યા

195 Views
Share :
બે થી ત્રણ દિવસની રજામાં ગુજરાતમાં ફરવા લાયક આ જગ્યા (1)

બે થી ત્રણ દિવસની રજામાં ગુજરાતમાં ફરવા લાયક આ જગ્યા

195 Views

કચ્છનું સફેદ રણ

કચ્છનું સફેદ રણ

કચ્છના સફેદ રણને દુનિયાનું સૌથી મોટું મીઠાનું રણ પણ માનવામાં આવે છે. જે દુનિયામાં Great Rann of Kutch તરીકે જાણીતું છે. કચ્છના સફેદ રણ વિશે ઘણાં વખાણ સાંભળ્યા હશે પણ અહીં પહોંચ્યા પછીનો અનુભવ સાંભળેલી વાતો કરતા જબરજસ્ત હોય છે. મુખ્યત્વે ડિસેમ્બરથી ફેબ્રઆરી દરમિયાન અહીં કચ્છ રણોત્સવ ઉજવવામાં આવે છે આ દરમિયાન અહીંનો નજારો રોમાંચક બની જાય છે. સામાન્ય દિવસોમાં અહીં પ્રવાસીઓની પાંખી હાજરી હોય છે પણ તહેવારો અને લાંબી રજાઓ દરમિયાન અહીં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. અમદાવાદથી કચ્છના સફેદ રણનું અંતર 400 કિલોમીટર જેટલું છે.

ગીર નેશનલ પાર્ક

ગીર નેશનલ પાર્ક

ગીર નેશનલ પાર્ક સિંહ જોવા માટે જાણીતી જગ્યા છે. અહીં, અહીં ગીરના જંગલમાં લઈ જઈને સિંહના દર્શન કરાવવામાં આવે છે. ગીરનું જંગલ 16 જુનથી 15 ઓક્ટોબર દરમિયાન બંધ રહે છે. આ દરમિયાન સિવાય વર્ષના અન્ય સમયમાં ગીર જંગલનું એડ્વેન્ચર કરી શકાય છે આના માટે Gir National Park વેબસાઈટ પરથી ઓનલાઈન બૂકિંગ પણ કરાવી શકાય છે. જેમાં પ્રવાસીઓને ખુલ્લી જીપમાં ફેરવીને સિંહ અને પ્રકૃતિના દર્શન કરાવવામાં આવે છે. ગીર સેન્ચ્યુરીમાં એશિયાટિક લાયનની સાથે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવાનો લાહવો મળે છે.

ગાંધીનગર

ગાંધીનગર

જો એક દિવસનો પ્રવાસનો પ્લાન હોય તો ગાંધીનગર જઈ શકાય. ગાંધીનગરમાં હરિણા ઉદ્ધાન એક સારું સ્થળ છે જ્યાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લી જગ્યામાં ફરતા જોવા મળે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર પણ એક સ્થળ છે જ્યાં એક્ઝિબિશન સેન્ટર આવેલું છે. ગાંધીનગર જાવ તો અકક્ષરધામ મંદિર જોવાનું ના ભૂલશો. અક્ષરધામ મંદિર 6000 ટન જેટલા ગુલાબી રતીના પત્થરોમાંથી બનાવવામાં આવ્યું છે, આ વિશાળ મંદિર પરિસરમાં સ્વામિનારાયણ ભગવાને જાણવા માટેનું એક્ઝિબિશન, બાળકો માટે કિડ્સ ઝોન અને ખાણી પીણી માટે ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું છે, જ્યાંની ખીચડી ઘણી પ્રખ્યાત છે.

માંડવી

માંડવી

ગુજરાતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા વિશાળ કચ્છ જિલ્લામાં માંડવી આવેલું છે, દરિયા કિનારે આવેલા આ શહેરમાં બીચની મજા પણ માણી શકાશે. અહીં તમને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખીઓ જોવા મળશે. અહીં મહારાજા પેલેસ આવેલો છે જ્યાંથી આખા માંડવીનો અદ્ભૂત નજારો જોવા મળશે.

પાટણ અને મોઢેરા

પાટણ અને મોઢેરા

પાટણમાં રાણીની વાવ આવેલી છે જ્યારે મોઢેરામાં પ્રખ્યાત સૂર્ય મંદિર આવેલું છે આ બન્ને જગ્યાઓ વચ્ચે માત્ર 35.8 કિલોમીટરનું અંતર છે. આ બન્ને જગ્યાઓ પર અમદાવાદથી સરળતાથી પહોંચી શકાય છે. રાણીની વાવ અને મોઢેલા સૂર્ય મંદિરમાં તમને અદ્ભૂત કલાકૃતિ જોવાનો અને ઇતિહાસ વિશે જાણવાની તક મળશે.

દ્વારકા

દ્વારકા

ભગવાન શ્રીકૃષ્ણના ધામ તરીકે જાણીતી દ્વારીકા નગરીમાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે. કહેવાય છે કે, આ મંદિર નિર્માણ 500 વર્ષ પહેલા મહાપ્રભુ સંત વલ્લભાચાર્યએ કરાવ્યું હતું. મૂળ દ્વારકા, ગોમતી દ્વારકા અને બેટ દ્વારકા એમ દ્વારકા ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. અહીં પહોંચીને તમને ભક્તિની અનોખી મહેક આવશે.

લોથલ અને ધોળાવીરા

લોથલ અને ધોળાવીરા

લોથલ અને ધોળાવીરામાં પ્રાચિન સિંઘ ખીણની સભ્યતાના દર્શન થશે, આ જગ્યા તમને ભારતીય ઇતિહાસમાં ઊંડે સુધી લઈ જશે. એક સમયે લોથલ મોટું વેપારી મથક હતું જે સિંધુ પ્રજાતિ સાથે જોડાયેલું હતું, અને ધોળાવીરા એક ઐતિહાસિક શહેર છે જ્યાં તમને આજના યુગમાં જોવા મળતી ટેક્નોલોજી અને શોધોને માણવા મળશે. હડપ્પા સંસ્કતિ વિશે તમે ભણવામાં કે ભારતના પ્રાચિન ઇતિહાસમાં જાણ્યું હશે પરંતુ આ સ્થળો પર પહોંચીને બીજી ઘણી બાબતો જાણવા અને જોવા મળશે.

અમદાવાદ

અમદાવાદ

જો ગુજરાતમાં ફરતા હોવ અને અમદાવાદ ના જોયું તો તમારું ગુજરાત દર્શન અધુરું ગણાશે. અમદાવાદને ઐતિહાસિક શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે. અહીં ગાંધી આશ્રમ, સિદિસૈયદની જાળી, જામા મસ્જિદ, હઠીસિંગના દેરા, સરખેજ રોઝા વગેરે જોવા લાયક સ્થળો છે. આ સિવાય અમદાવાદના મધ્યભાગને જૂના અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે અહીં તમને વિવિધ ઐતિહાસિક જગ્યાઓની સાથે પોળનું કલ્ચર પણ જોવા મળશે.

ભાવનગર

ભાવનગર

સૌરાષ્ટનું જાણીતું પ્લેસ એટલે ભાવનગર અહીં તમને કલાના અદ્ભૂત નમુનાઓ જોવા મળશે. ભાવનગર દરિયા કિનારે આવેલું શહેર છે અહીં તમને ઐતિહાસિક જગ્યાઓની સાથે પૌરાણિક મંદિરો અને ભાતીગળ સંસ્કૃતિનો આનંદ માણવા મળશે. ભાવનગરમાં જોવા લાયક સ્થળોમાં નીલમબાગ પેલેસ, મંગલસિંગજી મહેલ, ભાવ વિલાસ પેલેસ વગેરે જોવા મળશે. આ સિવાય અહીં વિશાળ દરિયા કિનારાની પણ મજા માણી શકશો.

સોમનાથ

સોમનાથ

ગુજરાતમાં ભક્તિની વાત આવે એટલે સોમનાથનું નામ ચોક્કસ લેવાય. અહીં બારમાંથી એક જ્યોતિર્લિંગ આવેલું છે. આ મંદિર દરિયા કિનારા પર આવેલું છે, સોમનાથ મંદિરે પહોંચીને તમારા કણે-કણમાં ભક્તિની ધૂન છવાઈ જશે. સોમનાથ મંદિરની પાસે કામનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે.

દીવ અને દમણ

દીવ અને દમણ 1

જો બીચની મજા લેવી હોય તો તમારા માટે દમણ એક સારો ઓપ્શન છે. દમણમાં તમને બીચ પર વિવિધ એક્ટિવિટિ પણ કરવા મળશે. આ બન્ને સ્થળો એક સાથે આવેલા હોવાની ભૂલ ઘણાં લોકોને છે પરંતુ દમણ ગુજરાતના દક્ષિણભાગમાં સુરત અને મુંબઈની વચ્ચે આવેલું છે, જેનું સુરતથી 124 કિલોમીટરનું અંતર છે જ્યારે દિવ સૌરાષ્ટ્રમાં સોમનાથથી 80 કિલોમીટરના અંતરે આવેલું છે. આ બન્ને વિસ્તારો કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને બન્ને સ્થળો પર સુંદર બીચ આવેલા છે. ગુજરાતમાં દારુબંધી છે પણ ગુજરાતને અડીને આવેલા આ બન્ને પ્રદેશોમાં દારુ પર પ્રતિબંધ નથી. દિવ અને દમણની વચ્ચે 690 કિલોમીટરનું અંતર છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *