Friday, 27 December, 2024

Chapter 08, Verse 01-05 (અક્ષરબ્રહ્મ યોગ)

290 Views
Share :
Chapter 08, Verse 01-05

Chapter 08, Verse 01-05 (અક્ષરબ્રહ્મ યોગ)

290 Views

Akshar-brahma Yog
 
Hinduism believes in life after death. Death is certain for everyone who takes birth into this world. But, is there any way by which one can be free from the cycle of birth and death? Is there any specific way to attain salvation and eternal peace? In this chapter Lord Krishna answers an important question of Arjuna: How does one assure unity with the supreme at the time of death? Having knowledge about death, how should one prepare for it?
 
અધ્યાય આઠમો : અક્ષરબ્રહ્મ યોગ
 
ગીતાના આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ઇશ્વરના સર્વવ્યાપક સ્વરૂપની વાત કરે છે. તેઓ જગસર્જન અને નાશને ઇશ્વરના કર્મ તરીકે બતાવે છે. ભગવાન કહે છે કે ચાર જાતના યુગ ભેગા મળે, એ રીતે જો હજારો યુગ ભેગા મળે તો ઇશ્વરનો એક દિવસ થાય છે. દિવસે જીવો જન્મ પામે છે અને રાત્રે વિનાશ પામે છે. પરંતુ ઇશ્વર પ્રલયમાં પણ નાશ નથી પામતા.

મૃત્યુ સમયે જીવની ગતિની ચર્ચા પણ કરવામાં આવી છે. ભગવાન કહે છે કે મન અંતરના બધા દ્વારને રોકીને યોગી પ્રાણને મસ્તકમાં રોકે છે. પછી પ્રણવમંત્રનો જાપ કરે છે. આમ કરતાં જે દેહ તજે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. વળી જે અગ્નિ, જ્યોતિ અને શુકલપક્ષમાં, ઉત્તરાયણે દેહ છોડે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે ધ્રુમ, રાત, વદ અને દક્ષિણાયનમાં તન તજનારને ફરી જન્મ ધારણ કરવો પડે છે. ભગવાન કહે છે કે આવું જ્ઞાન હોવા છતાં યોગી કદી મોહિત થતો નથી અને સદાય મને મેળવવાના પ્રયત્નોમાં જ પ્રવૃત રહે છે. ભગવાન અર્જુનને એવા યોગી બનવાની સલાહ આપે છે.

Explore verses from Chapter 08 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit.

==============

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।
अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥८-१॥

kim tad brahma kim ahyatmam kim karma purushottam
adhibhutam cha kim proktam adhidaivam kim uchyate

બ્રહ્મ વળી અધ્યાત્મ શું, કર્મ કહે કોને
અધિભૂત, અધિદૈવ હે પ્રભો, કહે કોને ?
*
अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।
प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥८-२॥

adhiygyam katham kah atra dehe asmin madhusudana
prayan kale cha katham gyeyah asi niyatatmabhih

अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ।
भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥८-३॥

aksharam brahma parmam svabhavah adhyatmanam uchyate
bhutabhavodbhavakarah visargah karma sangyitah

અક્ષર છે પરબ્રહ્મ ને સ્વભાવ છે અધ્યાત્મ,
જગસર્જન ને નાશનો વ્યાપાર કહે કર્મ.
*
अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् ।
अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ॥८-४॥

adhibhutam kshrah bhavah purushah cha adhidaivatam
adhiyagyah aham eva atra dehe dehbhritama var

ક્ષર તે છે અધિભૂત ને પુરૂષ કહ્યો અધિદૈવ
અધિયજ્ઞ કહ્યો છે મને શરીરમાંનો દેવ.
*
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् ।
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥८-५॥

Ananta kale cha mama eva smaran muktva kalevarama
yah prayati sah madbhavam yati na asti atra sanshayah

યાદ કરી પ્રેમે મને જે છોડે છે દેહ,
તે પામી લે છે મને તેમાં ના સંદેહ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *