Monday, 23 December, 2024

ભગવદ ગીતા સ્તુતિ

323 Views
Share :
ભગવદ ગીતા સ્તુતિ

ભગવદ ગીતા સ્તુતિ

323 Views

જય જય મંગલ ગીતા માત

ક્લેશવિનાશક શાંતિ પ્રદાયક,
સુખકારક રસમય રળિયાત … જય જય

કુરૂક્ષેત્રના પુણ્ય પ્રદેશે
અર્જુન શોકનિવારણ કાજ,
ભગવદ્ મુખથી પ્રકટ થયેલી
સજી વિવિધ શાસ્ત્રોનાં સાજ … જય જય

જ્ઞાન યોગ ભક્તિ કર્મ તણાં
મર્મના કર્યા સહજ ઉકેલ,
જીવનની ઉન્નતિના મંત્રો
ઉદબોધ્યા ક્રમવાર અનેક … જય જય

અસત્યમાંથી પરમસત્યમાં,
અવિદ્યા થકી પરમ પ્રકાશ,
મૃત્યુ મહીંથી અમૃત રસમાં
પ્રવેશવાની ગાઇ વાત … જય જય

અનાસક્ત ભાવે કર્મ કરી
સાધીએ સર્વતણું શ્રેય,
અનુગ્રહ કરો એવો અમ પર,
ચાલી સત્પથ પર દિનરાત … જય જય

– શ્રી યોગેશ્વરજી

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *