Saturday, 27 July, 2024

ભગવદ્ ગીતાનો સમાવેશ

259 Views
Share :
ભગવદ્ ગીતાનો સમાવેશ

ભગવદ્ ગીતાનો સમાવેશ

259 Views

{slide=Bhagavad Gita’s inclusion in Mahabharata}

Bhagavad Gita is part of Mahabharat’s Bhishma Parva. The circumstances surrounding the origin of Bhagavad Gita are well known. As the armies of Pandavas and Kauravas stand poised for confrontation on the battlefield of Mahabharata, Arjuna saw his friends, relatives and teacher in Kauravas camp. Pandavas victory meant killing of their own kinsmen, elder and respected ones fighting for Kauravas. Bemused by the possible fallout of the war, Arjuna was gripped by grief and despair. Arjun thought that was better to die than to fight so he laid down his arms and sought counsel from his charioteer, Lord Krishna.

Lord Krishna gave an inspiring message to Arjuna, which became known as Bhagavad Gita. With Krishna’s message, Arjun regained his strength and got ready for the holy war. Bhagavad Gita is one of the most illumined chapter of Mahabharat and is an icon of spiritual wisdom symbolizing Hinduism. 

મહાભારતના ભીષ્મપર્વની અંતર્ગત ભગવદ્ ગીતા પર્વ જોવા મળે છે. એમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભગવદ્ ગીતાને લીધે મહાભારતનો મહિમા વધ્યો છે એવું કહીએ તો ચાલે.

ભગવદ્ ગીતા મહાભારતના મહાગ્રંથનું અનિવાર્ય, અતિશય અગત્યનું અંગ બની ગઇ છે એવું કહેવામાં કોઇ પ્રકારની અતિશયોક્તિ નથી થતી.

ભગવદ્ ગીતાની ભૂમિકા જાણીતી છે.

અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં એકઠી થયેલી કૌરવ-પાંડવની પ્રતિસ્પર્ધી સેનાને નિહાળીને વૈરાગ્ય થયો. એ વૈરાગ્ય વાસ્તવિક વૈરાગ્ય નહોતો; સ્મશાનવૈરાગ્ય હતો.

એની પાછળ વિવેક અથવા પ્રજ્ઞાનું પીઠબળ નહોતું; લાગણીવશતાનું તીવ્ર તાંડવ હતું.

એવી સંવેદનશીલતાને માટે અર્જુન કરતાં યુધિષ્ઠિરનું પાત્ર વિશેષ મનાય. તોપણ યુધિષ્ઠિર એની ઉર્મિ, લાગણી કે સંવેદનશીલતાથી મુક્ત રહ્યા. અર્જુનને એની અત્યાધિક અસર થઇ.

એણે સમયાનુસાર સમુચિત માર્ગદર્શન માટે ભગવાન કૃષ્ણનું શરણ લીધું. સાચા દિલથી પ્રાર્થના કરી. એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર ભગવદ્ ગીતામાં જોવા મળે છે.

એ પ્રાણવાન પુનિત પ્રત્યુત્તરને પામીને અર્જુનનું મન મોહમુક્ત તથા શંકારહિત બન્યું, ભ્રાંતિરહિત થયું, અને એણે યુદ્ધ કરવાની તૈયારી બતાવી.

ગીતાની એ ભૂમિકા અને શક્તિ.

એના સંજીવનપ્રદાયક સદુપદેશમાં એવી અસાધારણ શક્યતા સમાયલી છે.

એનું સરવૈયું ભગવદ્ ગીતાની ભાષામાં નીચે પ્રમાણે કાઢી શકાયઃ

न योत्सत्य इति गोविंदमुकत्वा तूष्णीं बभूव ह । (અધ્યાય 2, શ્લોક 9)

“મારે યુદ્ધ નથી કરવું, એવું શ્રીકૃષ્ણને કહીને અર્જુન શાંત બની ગયો.”

यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे
शिष्यस्तेङहं शाधि मां त्वां प्रपन्नम् । (અધ્યાય 2, શ્લોક 7)

“મારે માટે જે કલ્યાણકારક હોય તે મને નિશ્ચયાત્મક રીતે કહી દો. હું તમારે શરણે આવ્યો છું. મને ઉપદેશ આપવાની કૃપા કરો.”

तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रन् भुंक्ष्व राज्यं समुद्धम् ।
मयैवैते निहता; पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन् ॥ (અધ્યાય 11, શ્લોક 33)

“એટલા માટે હે અર્જુન, તું ઊભો થા, યશ મેળવ. શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યનો ઉપભોગ કર. મારા દ્વારા એ બધા પહેલેથી જ હણાઇ ગયા છે. તું તો કેવળ નિમિત્ત થા.”

नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोङस्मि गतसंदेहः करिष्ये वचनं तव ॥  (અધ્યાય 18, શ્લોક 73)

“હે અચ્યુત, આપના અનુગ્રહથી મારો મોહ મટી ગયો, મને સ્મૃતિ સાંપડી, મારા સંદેહ શમી ગયા. હું ઊભો થયો છું. આપના આદેશને એનુસરીશ.”

ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક માનવજાતિને અપાયલા સનાતન સંદેશ સમાન છે.

यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥ (અધ્યાય 18, શ્લોક 78)

“જ્યાં યોગેશ્વર કૃષ્ણ અને કર્તવ્યનિષ્ઠ પુરુષાર્થપરાયણ ધનુર્ધર અર્જુન છે, ત્યાં સંપત્તિ, વિજય, વિભૂતિ અથવા રિદ્ધિસિદ્ધિ અને શાશ્વત સુનિશ્ચિત નીતિ રહે છે, એવો મારો અભિપ્રાય છે.”

મહાભારતમાં ભગવદ્ ગીતાનો સમાવેશ ભીષ્મપર્વના 25મા અધ્યાયથી આરંભીને 42મા અધ્યાય સુધી કરાયેલો જોવા મળે છે.

ભગવદ્ ગીતાના મહિમાનું જયગાન ગાતાં સમુચિત રીતે જણાવવામાં આવ્યું છે કે ગીતાને સારી રીતે સમજીને ગાઇને આચારમાં અનુવાદિત કરવી જોઇએ. એવું કરવામાં આવે તો બીજાં શાસ્ત્રોનું કશું જ પ્રયોજન નથી રહેતું. ગીતા સૌના સારરૂપ છે. સર્વ શાસ્ત્રમયી છે. સ્વયં ભગવાન પદ્મનાભના મુખપદ્મમાંથી પ્રાદુર્ભાવ પામી છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *