Sunday, 22 December, 2024

ભાઈબિજ 

164 Views
Share :
ભાઈબિજ 

ભાઈબિજ 

164 Views

” બહેન માંગે ભાઈ નો પ્રેમ ..
નથી જોયતી મોંઘી વસ્તુ …
સબંધ અખંડ રહે સદીઓ સુધી …
મળે મારા ભાઈ ને અપાર ખુશીઓ” ….

હિન્દુ સંસ્કૃતિ માં ભાઈ બહેનના પવિત્ર તહેવાર માં બે તહેવારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેમાં ભાઈબિજ ને રક્ષાબંધન. તેમાં ભાઈબિજ ના તહેવારની ઉજવણી કારતક સુદ ના બીજા દિવસે કરવામાં આવે છે. આ તહેવાર ની પરંપરા એવિ છેકે બહેન તેમના ભાઈ ને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપે છે.

આ પવિત્ર તહેવાર ના દિવસે બહેન ભાઈ ના કપાળ પર તિલક કરીને ભગવાન પાસે ભાઈ ના લાંબા અને નીરોગી આયુષ્યની માંગણી કરે છે. પોતાના ઘરે આવેલ ભાઈ ને આ દિવસે બહેન પોતાના આ પવિત્ર ભાઈ બહેનના સબંધ ને કાયમ માટે નિભાવી રાખવાનું વચન આપે છે.

ભાઈબિજ નો તહેવાર નવા વર્ષ શરૂઆત માં આવતો હોવાથી આ તહેવાર પણ લોકો ખુબજ ઉત્સાહ થી ઉજવેશે. આ તહેવાર ની પૌરાણિક કથા એવિ છે કે આ દિવશે મૃત્યુના દેવ યમરાજ તેની બહેનની મુલાકાત લીધી, તેની બહેન યામી જે યમુના તરીકે પણ ઓળખાય છે. તેમણે તેનાંભાઇ દેવ યમરાજ ની આરતી ઉતારી આવકારો આપ્યો ત્યારબાદ તેના કપાળ પર તિલક કર્યું અને મોઢું મીઠું
કરાવ્યુ અને ભેટ પણ આપી. આમ તેણે પોતાના ભાઈ પ્રત્યેનોં પ્રેમ વયકત કર્યો.

આમ યમરાજા એ તેની બહેનનો આ પ્રેમ જોઈને યમરાજાએ ત્યા જ જાહેરાત કરી કે આ દિવશે જેમ મારી બહેને મને તિલક કરી આરતી ઉતારી છે. તેમ જે બહેન તેમના ભાઈ ને પોતાના ઘરે આ દિવસે બોલાવી ભાઈને તિલક કરી દીવડો ફેટાવી આરતી ઉતારશે તે ભાઈને ક્યારેય મૃત્યુ થી ડરવાનું રહેશે નહીં.

આ વાર્તા ને આપણાં દેશના કેટલાક વિસ્તારમાં યામાં દ્વિતિયા તરીકે ઓળખાય છે. જે આ દિવશે ભાઈ આખો દિવશ બહેનને ઘરે રોકાય છે. અને બપોરનું ભોજન બહેન તથા ભાઈ સાથે બેસી જમે છે.અને ભાઈ પણ બહેનને લાંબુ આયુષ્ય મળે તેવી ભગવાનને પ્રાર્થના કરે છે. આમ આ ભાઈ બહેનના ના પવિત્ર તહેવાર નું ભારત ભરમાં ખુબજ મહત્વ છે.

કોણ હલાવે લીમડી ને કોણ જુલવે પીપળી …
ભાઈ ની બહેન લાડકી ને ભયલો જુલાવે ડાળખી…
તે લીંબડીની આજ ડાળ જુલવે લીંબોળી જોલા ખાય ……
હીચકો એવો બેની તારો આમ જુલણીએ જાય…

આમ આપની લોક સંસ્કૃતિ માં ભાઈ બહેનના પવિત્ર સબંધો ને ભવો ભવ જાળવી રાખવા માટેનો આ તહેવાર બહેન ભાઈ સાથે ભાઈને ભાવતા ભોજન જમીને ઉજવે છે. અને ભાઈ બહેનને આજના આ પવિત્ર તહેવાર ના દિવસે ભેટ આપે છે.

આ દિવશ વીશે જૈનો ની એવિ માન્યતા છે કે મહાવીર પ્રભુ પાવાપુરીમાં આસો વદ ની રાત્રે મોક્ષ પધાર્યા. તેમની બહેન સુદર્શના એ મોટાભાઇ નંદિવર્ધન રાજા ને સમજાવી આદર સહિત પોતાના ઘરે બોલાવી ભોજન કરાવી શોક નિવાર્યોં જેથી ભાઈ બિજ તરીકે આ પર્વ મનાવવામાં આવ્યું.

આમ આ હિન્દુ સંસ્કૃતિ નો પવિત્ર તહેવાર ભારત ના જુદાજુદા વિસ્તાર માં દરેક સિટી તેમજ ગામડામાં પોતાની આગવી શૈલી થી ઉજવવામાં આવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *