Sunday, 8 September, 2024

ભજન કર મનજી રામ

306 Views
Share :
ભજન કર મનજી રામ

ભજન કર મનજી રામ

306 Views

ભજન કર મનજી રામ થોડી જીંદગાની

ઈસ માયા કા ગર્વ ન કરીયે, અંત સંગ નહીં આની
ઈસ દેહી કા માન ન કરીયે, યહી ખાક હો જાની … ભજન કર

ભાઈ બંધુ તેરે કુટુંબ કબીલા, કર રહે ખેંચાતાની
કહત કબીર સુનો ભાઈ સાધો, રહ જાય અમર નિશાની .. ભજન કર.

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ મનજીરામને ભજન કરવાનો સંદેશ આપે છે. તેઓ માનવ મનને સમજાવતાં કહે છે કે માનવજીવન ક્ષણભંગુર છે, ક્યારે સમાપ્ત થઈ જશે તે કહી શકાય તેવું નથી. જે વસ્તુઓ પર માનવ ગર્વ કરે છે તે બધા જ પદાર્થો એની સાથે આવવાના નથી. એનો દેહ પણ એની સાથે આવવાનો નથી, એ તો બળીને ભસ્મ થવાનો છે. એથી નશ્વર દેહ અને નાશ પામનાર પદાર્થો પર ગર્વ કરવાનો કોઈ અર્થ નથી. ઉલટું, માનવે આખી જિંદગી દરમ્યાન જહેમતથી ભેગી કરેલ બધી સંપત્તિ મૃત્યુ બાદ એના કુટુંબ કબીલામાં અશાંતિનું કારણ બનવાની છે. એના ભાગલા પાડવા માટે ખેંચતાણ થવાની છે. એના કરતાં શા માટે કોઈ દૈવી સંપત્તિ ન કમાવી કે જેની મહેક માનવના મૃત્યુ પછી પણ યુગો યુગો સુધી પ્રેરણા ધરે ?

English

bhajan kar manaji ram
thodi jindagani … bhajan kar

is maya ka garv n kariye,
ant sang nahin aani
is dehi ka man n kariye,
yahi khak ho jani … bhajan kar

bhai bandhu tere kutunb kabila,
kar rahe khinchatani
kahat kabir suno bhai sadho,
rah jay amar nishani .. bhajan kar.

Hindi

भजन कर मनजी राम थोडी जींदगानी

ईस माया का गर्व न करीये, अंत संग नहीं आनी
ईस देही का मान न करीये, यही खाक हो जानी … भजन कर

भाई बंधु तेरे कुटुंब कबीला, कर रहे खेंचातानी
कहत कबीर सुनो भाई साधो, रह जाय अमर निशानी .. भजन कर.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *