Bhakti Re Karvi Tene Lyrics in Gujarati
By-Gujju02-05-2023
379 Views
Bhakti Re Karvi Tene Lyrics in Gujarati
By Gujju02-05-2023
379 Views
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન રે,
સતગુરૂ ચરણમાં શીશ નમાવીને
કર જોડી લાગવું પાય રે …. ભક્તિ રે કરવી એણે
જાતિપણું છોડીને અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિર્માન રે … ભક્તિ રે કરવી એણે
પારકા અવગુણ કોઈના જુએ નહીં,
એને કહીએ હરિ કેરા દાસ રે,
આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે
એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે … ભક્તિ રે કરવી એણે
ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ
રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ
હરિજન હરિ કેરા દાસ રે …. ભક્તિ રે કરવી એણે