Tuesday, 12 November, 2024

Bharat await Ram’s command

135 Views
Share :
Bharat await Ram’s command

Bharat await Ram’s command

135 Views

राम के आदेश की भरत को प्रतिक्षा
 
नतरु जाहिं बन तीनिउ भाई । बहुरिअ सीय सहित रघुराई ॥
जेहि बिधि प्रभु प्रसन्न मन होई । करुना सागर कीजिअ सोई ॥१॥
 
देवँ दीन्ह सबु मोहि अभारु । मोरें नीति न धरम बिचारु ॥
कहउँ बचन सब स्वारथ हेतू । रहत न आरत कें चित चेतू ॥२॥
 
उतरु देइ सुनि स्वामि रजाई । सो सेवकु लखि लाज लजाई ॥
अस मैं अवगुन उदधि अगाधू । स्वामि सनेहँ सराहत साधू ॥३॥
 
अब कृपाल मोहि सो मत भावा । सकुच स्वामि मन जाइँ न पावा ॥
प्रभु पद सपथ कहउँ सति भाऊ । जग मंगल हित एक उपाऊ ॥४॥
 
(दोहा)  
प्रभु प्रसन्न मन सकुच तजि जो जेहि आयसु देब ।
सो सिर धरि धरि करिहि सबु मिटिहि अनट अवरेब ॥ २६९ ॥
 
ભરત રામના આદેશની પ્રતિક્ષા કરે છે
 
(દોહરો)
લક્ષ્મણ ને શત્રુઘ્નને પાછા કે વાળો,
કાપું વસતાં સાથ હું વનનો પથ ન્યારો.
 
જઇએ ત્રણે બંધુ કે અમે સાથ વનમાં,
સીતાસહ પાછા ફરે તમે અવધપુરમાં.
 
કરુણાસાગર પ્રભુ તમે પ્રસન્નમન હો જેમ
ઉપાય તે જ કરો હવે, કરો યોગ્ય હો તેમ.
*
મૂકયો મુજ પર સઘળો ભાર, મુજમાં નીતિ ન ધર્મવિચાર;
વચન કહું સ્વાર્થથકી છેક, હોય આર્તને નહીં વિવેક.
 
સ્વામીનો સુણતાં આદેશ સામો ઉત્તર આપે લેશ,
લજ્જા તેનાથી શરમાય, કૃપાતણું ધન તે ન કમાય.
 
હું છું અવગુણ ઉદધિ અગાધ, કરી રહ્યો સામેથી વાદ;
તોય સાધુ સમજી સસ્નેહ વખાણો મને નિસ્સંદેહ.
 
રુચે કૃપાળુ, મને મત એ જ, તમને હો સંકોચ ન લેશ;
પ્રભુપદશપથ વદું છું વાણ, રહ્યું એ મહીં જગ કલ્યાણ.
 
(દોહરો)
પ્રસન્ન મનથી આપશે પ્રભુ જે પણ આદેશ
થશે અનુસરણ એહનું, મટશે ઉપદ્રવ કલેશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *