Saturday, 27 July, 2024

Bharat see imprint of Ram’s footsteps

84 Views
Share :
Bharat see imprint of Ram’s footsteps

Bharat see imprint of Ram’s footsteps

84 Views

रास्ते में भरत ने राम-सीता की निशानी मिली
 
कुस साँथरी निहारि सुहाई । कीन्ह प्रनामु प्रदच्छिन जाई ॥
चरन रेख रज आँखिन्ह लाई । बनइ न कहत प्रीति अधिकाई ॥१॥
 
कनक बिंदु दुइ चारिक देखे । राखे सीस सीय सम लेखे ॥
सजल बिलोचन हृदयँ गलानी । कहत सखा सन बचन सुबानी ॥२॥
 
श्रीहत सीय बिरहँ दुतिहीना । जथा अवध नर नारि बिलीना ॥
पिता जनक देउँ पटतर केही । करतल भोगु जोगु जग जेही ॥३॥
 
ससुर भानुकुल भानु भुआलू । जेहि सिहात अमरावतिपालू ॥
प्राननाथु रघुनाथ गोसाई । जो बड़ होत सो राम बड़ाई ॥४॥
 
(दोहा)  
पति देवता सुतीय मनि सीय साँथरी देखि ।
बिहरत ह्रदउ न हहरि हर पबि तें कठिन बिसेषि ॥ १९९ ॥
 
ભરત રામની નિશાનીઓ નિહાળે છે
 
કુશકેરી પથારી નિહાળી કરી પ્રેમે પ્રદક્ષિણા ન્યારી;
રામચરણનાં ચિહ્નની રજને જોઈ તરત લગાડી નયને.
 
સીતાકેરી સોનાની નિશાની, એને સીતાસમી શુચિ જાણી
મૂકી મસ્તકે; આંખ ભરાઇ, ગ્લાનિ અંતરે અધિક છવાઇ.
 
કહ્યું ગુહને, આ ટીલડી સોનાની સીતાકેરી વિરહવ્યથા માણી
બની નિસ્તેજ શોભાવિહીન જેમ જનતા અયોધ્યાની ક્ષીણ.
 
પિતા સીતાના જનક છે કેવા, ભોગ યોગમાં સિદ્ધના જેવા,
કોની ઉપમા હું એમને આપું, મહિમા એમનો શબ્દે શેં માપું ?
 
ભાનુકુળભાનુ શ્વસુર ભૂપાલ ઇન્દ્ર જેમનાં કરતો વખાણ;
પ્રાણનાથ રઘુનાથ છે એના, મહિમા મળતો આશીર્વાદે જેના
 
(દોહરો)
પતિને જ ગણે દેવતા સ્ત્રીમાં મણિરૂપ તે
કુશશય્યા સીતાતણી દેખી દિલ ન દ્રવે.
 
કકળે કે ફાટે નહીં વજ્ર થકીય કઠોર,
કુત્રિમ છતાં સ્નેહનો કરે સદાયે શોર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *