Sunday, 22 December, 2024

Bharat stay wtih Ram, Laxman return Ayodhya – Janak

153 Views
Share :
Bharat stay wtih Ram, Laxman return Ayodhya – Janak

Bharat stay wtih Ram, Laxman return Ayodhya – Janak

153 Views

भरत वन में और लक्ष्मण अयोध्या में – जनक का सुझाव
 
अगम सबहि बरनत बरबरनी । जिमि जलहीन मीन गमु धरनी ॥
भरत अमित महिमा सुनु रानी । जानहिं रामु न सकहिं बखानी ॥१॥
 
बरनि सप्रेम भरत अनुभाऊ । तिय जिय की रुचि लखि कह राऊ ॥
बहुरहिं लखनु भरतु बन जाहीं । सब कर भल सब के मन माहीं ॥२॥
 
देबि परंतु भरत रघुबर की । प्रीति प्रतीति जाइ नहिं तरकी ॥
भरतु अवधि सनेह ममता की । जद्यपि रामु सीम समता की ॥३॥
 
परमारथ स्वारथ सुख सारे । भरत न सपनेहुँ मनहुँ निहारे ॥
साधन सिद्ध राम पग नेहू । मोहि लखि परत भरत मत एहू ॥४॥
 
(दोहा)    
भोरेहुँ भरत न पेलिहहिं मनसहुँ राम रजाइ ।
करिअ न सोचु सनेह बस कहेउ भूप बिलखाइ ॥ २८९ ॥
 
ભરત વનમાં અને લક્ષ્મણ અયોધ્યામાં – જનકનું સૂચન
 
(દોહરો)
મીન ધરા પર જળ વિના ચાલી ન શકે જેમ,
ભરતચરિત ના વર્ણવી શકાય સૌથી તેમ.
 
મહિમા અમાપ ભરતનો ફક્ત રામ જાણે,
પરંતુ એ પણ વર્ણવી શકે નહીં વાણે.
 
ભૂપે સપ્રેમ વર્ણવી દૈવી ભરતપ્રભાવ
પત્નીની રુચિ જાણતાં જાણી વળી સ્વભાવ
 
કહ્યું, ફરે લક્ષ્મણ ગૃહે, ભરત વિપિનમાં જાય;
એમાં સૌનું શુભ રહ્યું, એ સૌના મનમાંહ્ય.
 
રામ-ભરતની પ્રીતિ ને શ્રદ્ધા તર્કાતીત;
સમતાસીમા રામ છે, મમતા પ્રેમ પવિત્ર,
 
અવધિ એમની ભરત છે; સ્વાર્થ અને પરમાર્થ
સ્વપ્ને પણ જોયું નથી સુખ પ્રતિ કદી લગાર.
 
મનથી પણ પ્રિય જાત ના રામથકી જાણી,
રામચરણમાં સાધના સિદ્ધિને માની.
 
ભરતતણો આદર્શ એ મુજને શ્રેષ્ઠ જણાય;
ભાવવિભોર બની વદ્યા પ્રેમે ગદગદ રાય.
 
ભરત રામનો પાળશે સદાકાજ આદેશ,
માટે કરવી ના ઘટે ચિંતા સ્નેહે લેશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *