Saturday, 27 July, 2024

Bharat take a dip in confluence

84 Views
Share :
Bharat take a dip in confluence

Bharat take a dip in confluence

84 Views

भरत ने संगम में स्नान किया
 
झलका झलकत पायन्ह कैंसें । पंकज कोस ओस कन जैसें ॥
भरत पयादेहिं आए आजू । भयउ दुखित सुनि सकल समाजू ॥१॥
 
खबरि लीन्ह सब लोग नहाए । कीन्ह प्रनामु त्रिबेनिहिं आए ॥
सबिधि सितासित नीर नहाने । दिए दान महिसुर सनमाने ॥२॥
 
देखत स्यामल धवल हलोरे । पुलकि सरीर भरत कर जोरे ॥
सकल काम प्रद तीरथराऊ । बेद बिदित जग प्रगट प्रभाऊ ॥३॥
 
मागउँ भीख त्यागि निज धरमू । आरत काह न करइ कुकरमू ॥
अस जियँ जानि सुजान सुदानी । सफल करहिं जग जाचक बानी ॥  
 
(दोहा)
अरथ न धरम न काम रुचि गति न चहउँ निरबान ।
जनम जनम रति राम पद यह बरदानु न आन ॥ २०४ ॥
 
ભરત સંગમમાં સ્નાન કરે છે
 
(દોહરો)
કમળકળી પર બિંદુઓ હિમનાં ચળકે જેમ
ખુલ્લાં ચરણે ચાલતાં ફોલ્લા ઝળકયા તેમ.
 
પગપાળા આવ્યા ભરત આખા રસ્તે આજ
એવું સાંભળતાં થયો શોકિત સકળ સમાજ.
 
સ્નાન કર્યું સૌએ પછી ભરતે કરી પ્રણામ
સ્નાન ત્રિવેણીમાં કરી દ્વિજને દીધું દાન.
 
શ્યામ-શ્વેત યમુના તથા તરંગ ગંગતણાં
નિહાળતાં પુલકિત થયાં અંગેઅંગ ઘણાં.
 
વંદી બોલ્યા, વેદમાં પ્રસિદ્ધ પ્રગટ પ્રભાવ
સકળ કામપ્રદ છો તમે સર્વ તીર્થના રાવ.
 
ત્યાગીને નિજ ધર્મને ભિક્ષા માગું હું,
આર્ત માનવી જગતમાં કુકર્મ ન કરે શું ?
 
ઉત્તમ દાની જગતમાં એમ સદા જાણી
સફળ કરે સંતોષતાં યાચકની વાણી.
 
અર્થ ધર્મ કે કામ રુચિ ચાહું ના નિર્વાણ,
જન્મ જન્મ રતિ રામપદ, માગું વર ના આન.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *