ભરેલા શાક નો મસાલો બનાવવાની Recipe
By-Gujju06-02-2024
ભરેલા શાક નો મસાલો બનાવવાની Recipe
By Gujju06-02-2024
નમસ્તે મિત્રો આજે આપણે ભરેલા શાક નો મસાલો બનાવવાની રીત – Bharela shaak no masalo banavani rit શીખીશું, આ મસાલો તમે કોઈ પણ શાક માં નાખી ને શાક ના સ્વાદ માં વધારો કરી શકો છો ને ભરેલા શાક બનાવવા માં સમય લાગે છે તો આ મસાલો તૈયાર કરી ને રાખી દયો ને જ્યારે પણ ભરેલું શાક બનાવું હોય ત્યારે ખૂબ ઝડપથી ટેસ્ટી શાક તૈયાર કરી શકો છો અને આ મસાલો તમે મહિના સુંધી સાચવી પણ શકો છો તો ચાલો જાણીએ Bharela shaak no masalo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ભરેલા શાક નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી
- આખા ધાણા 2 ચમચી
- જીરું 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- અજમો ¼ ચમચી
- સફેદ તલ 2 ચમચી
- ખસખસ ½ ચમચી
- સીંગદાણા 1 કપ
- લસણ ની કણી 20-25 ( ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખવી )
- સૂકું છીણેલું નારિયેળ ½ કપ
- મીઠા લીમડાના પાન ½ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 3-4 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- મીઠું ½ ચમચી
- તેલ 1 ચમચી
ભરેલા શાક નો મસાલો બનાવવાની રીત
ભરેલા શાક નો મસાલો બનાવવા સૌપ્રથમ એક કડાઈ ને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં આખા ધાણા, જીરું, વરિયાળી, અજમો નાખી એક થી બે મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં ખસખસ અને સફેદ તલ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ શેકેલ મસાલા બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને ધીમા કરી એમાં સીંગદાણા નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં લસણ ની કણી નાખો ને મિક્સ કરી લ્યો,
ત્યારબાદ સાથે સૂકું છીણેલું નારિયેળ નાખી મિક્સ કરી લ્યો ને એને પણ બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડા થવા દયો.
હવે ઠંડા કરવા મુકેલ આખા ધાણા ,જીરું વગેરે મસાલા ને મિક્સર જારમાં નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર અને મીઠું નાખી ને દરદરા પીસી ને એક વાસણમાં કાઢી લ્યો.
હવે ઠંડા થયેલ શેકેલ સીંગદાણા વાળુ મિશ્રણ મિક્સર જારમાં નાખી એને પણ દરદરો પીસી લ્યો ત્યાર બાદ બને પીસેલા મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મસાલો એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો,
(અહી છેલ્લે બને મસાલા ને મિક્સર જારમાં એક બે વખત પ્લસ મોડ માં પીસી શકો છો) તૈયાર મસાલા ને ફ્રીઝ માં મૂકી ને જ્યારે પણ શાક બનાવવુ હોય ત્યારે જરૂર મુજબ ની બીજી સામગ્રી સાથે મિક્સ કરી ને વાપરી લ્યો ભરેલા શાક નો મસાલો.