ભોજન વખતે પ્રાર્થના
By-Gujju01-05-2023
398 Views

ભોજન વખતે પ્રાર્થના
By Gujju01-05-2023
398 Views
*
આ અન્ન બ્રહ્મારૂપ છે વિષ્ણુ પધાર્યા રસરૂપે,
આરોગનારા શિવ એવી ભાવના હૃદયે રહે.
પ્રાર્થના આજે કરું છું અન્ન દેવ ફરી વળી,
જીવન શુદ્ધિ કાજ આપ સહાય થાજો શ્રીહરિ.
જ્ઞાન ભક્તિ વધારવા, વૈરાગ્યભાવ જગાવવા,
અન્ન દોષો દુર થાજો આ પ્રસાદીના બધા.
કણ કણ બની જાઓ પ્રસાદી એ જ આશા ઉર ધરું,
શ્રી સદગુરૂ ચરણે નમીને ભાવથી ભોજન કરું.
પામ્યા પ્રસાદી પ્રેમની આનંદ મંગલ ઉરમહીં,
જેણે ધરી છે તેમની શુભકામના ફળજો બધી.
કલ્યાણ કરજો શ્રીહરિ સૌ માંગીએ ચરણે નમી,
ગુરુદેવ યોગેશ્વર મહીં હોળી થજો ભવરોગની.
– મા સર્વેશ્વરી