Bhula Padya Ho Saiba Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Bhula Padya Ho Saiba Lyrics in Gujarati
By Gujju08-06-2023
ભુલા પડ્યા હો સાયબા ભુલા પડ્યા હો રાજ
ભુલા પડ્યા હો સાયબા ભુલા પડ્યા હો રાજ
હે વાલા સાજણની વાટુમાં અણિયારી તારી આંખ્યુમાં
હો વાલા સાજણની વાટુમાં અણિયારી તારી આંખ્યુમાં
ખોવાણા માણારાજ
ભુલા પડ્યા હો સાયબા ભુલા પડ્યા હો રાજ
હે ભુલા પડ્યા હો સાજણા ભુલા પડ્યા હો રાજ
અરે ઓરે પાતળીયા અલ્યા કેવા તે કામણ કર્યા
છાનુ રેવાય ના કોઈને કેવાય ના હૈયામાં જાગી તરસું રે
અરે ઓરે પાતલડી તારી મીઠી લાગે વાતલડી
હે દાડમની ડાળી હૈયે લગાડી સમણા તે પુરા કરશું રે
હો હૈયા નગરની હાટુંમાં પ્રીતુ નગરની વાટુમાં
હો હૈયા નગરની હાટુંમાં પ્રીતુ નગરની વાટુમાં
લૂંટાણા માણારાજ
ભુલા પડ્યા હો સાજણા ભુલા પડ્યા હો રાજ
ભુલા પડ્યા હો સાયબા ભુલા પડ્યા હો રાજ
અરે ઓરે અલબેલા હવે જાવા દે થઇ ગઈ વેળા
અલ્યા વેળા જો વીતશે ભાભી રે પુછશે
સૈયર મેણલા બોલશે રે
અરે ઓરે રે રૂપ રાણી નઈ જાવા રે દવ નખરાળી
હે રમાડું ચોગઠે અંતરના ઓરડે
પુનમનો ચાંદલો ખીલશે રે
હે પ્રિતુ બંધાણી પાલવડે એક બીજાના કાળજડે
પ્રિતુ બંધાણી પાલવડે એક બીજાના કાળજડે
કોરાણા માણારાજ
ભુલા પડ્યા હો સાજણા ભુલા પડ્યા હો રાજ
ભુલા પડ્યા હો સાયબા ભુલા પડ્યા હો રાજ
હે વાલા સાજણની વાટુમાં અણિયારી તારી આંખ્યુમાં
હો વાલા સાજણની વાટુમાં અણિયારી તારી આંખ્યુમાં
ખોવાણા માણારાજ
ભુલા પડ્યા હો સાયબા ભુલા પડ્યા હો રાજ
હો ભુલા પડ્યા હો સાજણા ભુલા પડ્યા હો રાજ
ભુલા પડ્યા હો રાજ
હો ભુલા પડ્યા હો રાજ