Bhutal Bhakti Padarath Motu Lyrics in Gujarati
By-Gujju02-05-2023
189 Views
Bhutal Bhakti Padarath Motu Lyrics in Gujarati
By Gujju02-05-2023
189 Views
ભુતળ ભક્તિ પદારથ મોટુ
હે બ્રહ્મ લોકમા નાહી રે
પુણ્ય કરી અમરાપુરી પામ્યા
હે અંતે ચોરાશી માહી રે
ભુતળ ભક્તિ …
હરિના જન તો મુક્તિ ન માંગે
માંગે જનમ જનમ અવતાર રે
નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ
નીરખવા નંદ કુવર રે
ભુતળ ભક્તિ …
ભરત ખંડે ભુતળમાં જનમી
જેણે ગોવિંદના ગુણ ગાયા રે
ધન્ય ધન્ય તેના માત પિતાને
સફળ કરી એણે કાયા રે
ભુતળ ભક્તિ …
gujjuplanet.com
ધન્ય વૃંદાવન ધન્ય એ લીલા
ધન્ય એ વ્રજના વાસી રે
અષ્ઠ મહાસિદ્ધિ આંગણિયે ઉભી
મુક્તિ છે એની દાસી રે
ભુતળ ભક્તિ …
એ રસ નો સ્વાદ શકંર જાણે જી
અને જાણે શુક દેવ જોગી રે
કઈક જાણે વ્રજની ગોપી
ભણે નરસૈંયો ભોગી રે
ભુતળ ભક્તિ …