બોલે ઝીણાં મોર
By-Gujju30-04-2023
307 Views
બોલે ઝીણાં મોર
By Gujju30-04-2023
307 Views
બોલે ઝીણા મોર, બોલે ઝીણાં મોર
રાધે! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર.
મોર હી બોલે, બપૈયા હી બોલે,
કોયલ કરત કલશોર … રાધે! તારા ડુંગરિયા પર
કાલી બદરિયા મેં વીજળી ચમકે,
મેઘ હુઆ ઘનઘોર … રાધે! તારા ડુંગરિયા પર
ઝરમર ઝરમર મેહુલો વરસે,
ભીંજે મારા સાળુડાની કોર … રાધે! તારા ડુંગરિયા પર
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
તું તો મારા ચિત્તડાનો ચોર … રાધે! તારા ડુંગરિયા પર
– મીરાંબાઈ