Tuesday, 19 November, 2024

બ્રેડ પકોડા ચાટ બનાવવાની  Recipe

147 Views
Share :
બ્રેડ પકોડા ચાટ બનાવવાની  Recipe

બ્રેડ પકોડા ચાટ બનાવવાની  Recipe

147 Views

નમસ્તે મિત્રો આજે આપણે બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત – Bread pakoda chaat banavani rit શીખીશું. આપણે ચાર્ટ અને બ્રેડ પકોડા તો અલગ અલગ ઘણી વખત બનાવ્યા હસે અને નાસ્તા માં બનાવ્યા હસે, અને મજા પણ લીધી હસે પણ આજ આપણે એ બને ને મિક્સ કરી એક નવો નાસ્તો બનાવી ને તૈયાર કરીશું જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી લાગશે તો ચાલો જાણીએ Bread pakoda chaat recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બ્રેડ પકોડા બનાવવા માટેની સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ 3-4
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • બેસન 1 કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 કપ
  • તરવા માટે તેલ

ચાર્ટ બનાવવા માટેની સામગ્રી

  • મીઠું દહી ½ કપ
  • આંબલી ની ચટણી ½ કપ
  • લીલી ચટણી ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • દાડમ ના દાણા જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ

બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત

બ્રેડ પકોડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, હળદર, હિંગ, જીરું, લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબનાખી બરોબર મિક્સ કરો લ્યો,

ત્યાર બાદ પાણી નાખી ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી પકોડા નું મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરો અને  બેસન ના મિશ્રણ માં બ્રેડ ની સ્લાઈસ બોળી ને ગરમ તેલ માં નાખો ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી જ બ્રેડ ને બેસન ના મિશ્રણ માં બોળી ને ગોલ્ડન તરી લ્યો ને બ્રેડ માં પકોડા બનાવી લ્યો.

હવે બ્રેડ પકોડા ના ચાકુથી નાના મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ કટકા ને સર્વિંગ પ્લેટ માં મૂકો અને એના પર મીઠું દહી, લીલી ચટણી, મીઠી ચટણી, ઝીણી સુધારેલી ડુંગળી, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ઝીણી સેવ, દાડમ દાણા અને લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ નાખી ને પ્લેટ તૈયાર કરી લ્યો ને મજા લ્યો બ્રેડ પકોડા ચાર્ટ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *