Sunday, 22 December, 2024

Brihaspati oppose Indra’s plan

143 Views
Share :
Brihaspati oppose Indra’s plan

Brihaspati oppose Indra’s plan

143 Views

ईन्द्र की योजना का बृहस्पति द्वारा विरोध
 
बचन सुनत सुरगुरु मुसकाने । सहसनयन बिनु लोचन जाने ॥
मायापति सेवक सन माया । करइ त उलटि परइ सुरराया ॥१॥
 
तब किछु कीन्ह राम रुख जानी । अब कुचालि करि होइहि हानी ॥
सुनु सुरेस रघुनाथ सुभाऊ । निज अपराध रिसाहिं न काऊ ॥२॥
 
जो अपराधु भगत कर करई । राम रोष पावक सो जरई ॥
लोकहुँ बेद बिदित इतिहासा । यह महिमा जानहिं दुरबासा ॥३॥
 
भरत सरिस को राम सनेही । जगु जप राम रामु जप जेही ॥४॥
 
(दोहा)  
मनहुँ न आनिअ अमरपति रघुबर भगत अकाजु ।
अजसु लोक परलोक दुख दिन दिन सोक समाजु ॥ २१८ ॥
 
ઈન્દ્રની યોજનાનો બૃહસ્પતિ દ્વારા વિરોધ
 
(દોહરો)
શબ્દ સાંભળી ઇન્દ્રના હસ્યા બૃહસ્પતિ લેશ,
વદ્યા, રામના ભક્તથી માયા ડરે હંમેશ.
 
પ્રથમ જાણતાં રામની મરજી કશુંક કર્યું,
કુચાલ કરવાથી હવે કરશો અહિત ઘણું.
 
પોતાનો અપરાધ ના રામ લક્ષમાં લે,
ભક્તોના અપરાધને સહી શકે ના એ.
 
લોકવેદમાં એ બધો પ્રસિદ્ધ છે ઇતિહાસ,
દુર્વાસા મુનિ સમજતા એનો મહિમા ખાસ.
 
ભરત બરાબર રામના પ્રેમી કોણ જ અન્ય,
જપે જગત શ્રીરામને રામ એમને ધન્ય.
 
રામભક્તનો એટલે વિરોધ ના કરશો,
નહિ તો અપયશ શોકને સદાકાજ વરશો.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *