Sunday, 8 September, 2024

Budget 2024: જાણો બજેટ બેગની બ્રીફકેસ થી ટેબ્લેટ સુધીની સફરગાથા

4516 Views
Share :
Budget 2024

Budget 2024: જાણો બજેટ બેગની બ્રીફકેસ થી ટેબ્લેટ સુધીની સફરગાથા

4516 Views

વર્ષ 2024નું બજેટ 1 ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી રજૂ કરશે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. બજેટ દ્વારા દેશના નાણામંત્રી નાણાકીય વર્ષનો હિસાબ રજૂ કરે છે.

બજેટ રજૂ કરવાની પરંપરા આઝાદી પહેલાથી ચાલી આવી છે અને આજે પણ ચાલુ છે.

ભારત નું પહેલું બજેટ: 1860

બજેટ બેગ અથવા બ્રીફકેસની મુસાફરી કેવી રીતે શરૂ થઈ તે સફર ઘણી રસપ્રદ રહી છે.ભારતમાં બજેટને બ્રીફકેસમાં લાવવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. ભારતનું બજેટ સૌપ્રથમ 1860માં બ્રિટિશ ચાન્સેલર ઑફ ધ એક્સચેકર ચીફ વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેઓ લાંબા ભાષણો આપવા માટે જાણીતા હતા. તેને પોતાના કાગળો રાખવા માટે એક મોટી બ્રીફકેસની જરૂર લાગી હતી.

તેણે લાકડાના બોક્સને લાલ ચામડાથી ઢાંકી દીધું હતું અને તેના પર બ્રિટિશ રાણીનો મોનોગ્રામ કોતર્યો હતો. આ ચામડાની થેલીનું નામ ગ્લેડસ્ટન બોક્સ હતું. તે સમયે લાલ રંગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તેનો પ્રયોગ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી, બજેટ બ્રીફકેસ અથવા બેગમાં લાલ રંગનો ઉપયોગ થવા લાગ્યો. લાલ રંગ પસંદ કરવાનું એક કારણ એ છે કે આ રંગ દૂરથી જ લોકોનું ધ્યાન ખેંચે છે અને સ્પષ્ટ કરે છે કે તે બેગમાં કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

આઝાદી પછીનું પ્રથમ બજેટ

આઝાદી પછીનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ પ્રથમ નાણામંત્રી ષણમુખમ શેટ્ટીએ રજૂ કર્યું હતું. બ્રિટિશ પરંપરાને જાળવી રાખીને, તેમણે લાલ ચામડાની બ્રીફકેસનો ઉપયોગ કર્યો.

આ જ સૂટકેસ 26 નવેમ્બર 1947ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી શણમુખમ શેટ્ટી બજેટ રજૂ કરવા માટે લાવ્યા હતા. 1958માં દેશના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ બજેટ લાલને બદલે કાળા બ્રીફકેસમાં રજૂ કર્યું હતું.

ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહે 1991માં તેમના લોકપ્રિય બજેટ દરમિયાન સાદી કાળી બેગ રજૂ કરી હતી.

1998-99ના બજેટ દરમિયાન નાણાપ્રધાન યશવંત સિન્હાએ પટ્ટા અને બકલ સાથેની કાળા ચામડાની બેગ સાથે આવ્યા હતા.

જુલાઈ 2019 બજેટ દસ્તાવેજ અલગ દેખાયો હતો. બજેટ દસ્તાવેજ મોટા બ્રીફકેસને બદલે લાલ મખમલના કપડામાં ‘ખાતાવહી’ના રૂપમાં દેખાયુ હતું.

કપડા પર ભારત સરકારનું ચિહ્ન હતું. તત્કાલીન મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું હતું કે આ ભારતીય પરંપરા છે. તે ગુલામીમાંથી પશ્ચિમી વિચારોની મુક્તિનું પ્રતીક છે. આ બજેટ નહિ ‘ખાતાવહી’ છે.

બજેટ 2021

બજેટ 2021 માં દસ્તાવેજો ટેબ્લેટમાં સમાયા હતા. કોરોના મહામારીના કારણે ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધુ વધ્યો છે. બજેટ પણ આનાથી અલગ રહ્યું નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટેબલેટ દ્વારા સંસદમાં 2021-22નું બજેટ રજૂ કર્યું હતું.

આ બજેટ ટેબ પરંપરાગત ખાતાવહી ખાતાની જગ્યા લીધી છે. ટેબ્લેટ ખાતાવહી જેવા લાલ કપડામાં દેખાઈ હતી. તેની ઉપર ભારત સરકારનું ચિહ્ન હતું. આ સંપૂર્ણ પેપરલેસ બજેટની શરૂઆત હતી.

બજેટ ૨૦૨૪ ના લેટેસ્ટ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *