Sunday, 8 September, 2024

ચક્રાસન

317 Views
Share :
ચક્રાસન

ચક્રાસન

317 Views

ચક્રાસન :

આ આસનમાં શરીરની સ્થિતિ ચક્ર જેવી બનતી હોવાથી તેને ચક્રાસન કહેવામાં આવે છે. આ આસનમાં શરીરનો આકાર અર્ધ ગોળાકાર જેવો બનતો હોવાથી તેને અર્ધ ચક્રાસન પણ કહેવામાં આવે છે.

મૂળ સ્થિતિ : પીઠ પર સીધા સૂઈ જવું.

  • જમીન પર ચત્તા સૂઈ જાઓ.
  • પછી બંને પગને ઘૂંટણમાંથી વાળી નિતંબની પાસે જમીનને પગનાં તળિયાં અડી રહે તેમ રાખો.
  • બંને પગ વચ્ચે અડધા ફૂટનું અંતર રાખો. બંને હાથ કોણીમાંથી વાળી માથાની બન્ને બાજુ ગોઠવો.
  • હાથની આંગળીઓ ખભા તરફ રહે તેમ બન્ને હાથ અને પગ વચ્ચે આરામદાયક અંતર ગોઠવી ધીમે ધીમે શ્વાસ લઈ બન્ને હાથ અને પગની પાયાની પાની પર દબાણ આપી પીઠને ઉપરની તરફ ઉઠાવો.
  • હવે, હાથ અને પગ સીધા થશે અને માથું પણ ઊંચકાશે.
  • ગરદનના સ્નાયુને ઢીલા છોડી આરામદાયક સ્થિતિમાં રાખો.
  • શ્વાસોચ્છવાસ સામાન્ય રાખો.
  • શરૂઆતમાં 15 સેકન્ડથી શરૂ કરી બે-ત્રણ મિનિટ સુધી આ આસન કરી શકાય.
  • આ આસનમાંથી પાછા ફરતી વખતે શ્વાસને ફેફસાંમાં રોકી ધીમે ધીમે શરીરને મૂળ સ્થિતિમાં લાવો.

    • બન્ને હાથ અને પગ વચ્ચે યોગ્ય અંતર રાખવું.
    • હાથ અને પગ પર એકસરખું વજન આવે તેનું ધ્યાન રાખવું.
    • આસન છોડતી વખતે શરીરને એકદમ ન પછાડો. ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવવું.
    • ઉતાવળ બિલકુલ કરવી નહિ.
    • બ્લડપ્રેશરની તકલીફ વાળી વ્યક્તિઓએ આ આસન ખૂબ જ સાવચેતીપૂર્વક અથવા કોઈ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરવું.

    • આ આસનથી કરોડને સ્થિતિસ્થાપક બનાવી શકાય છે.
    • હાથ, પગ અને પીઠના સ્નાયુઓ ખૂબ જ મજબૂત બને છે.
    • મગજના દરેક કોષોને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળે છે.
    • શ્વસનક્રિયા વધું સારી રીતે થાય છે.
    • પાચનતંત્ર મજબૂત બને છે.
    • તણાવમુક્તિ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.
    • મહિલાઓની ગર્ભાશયની તકલીફ દૂર થાય છે.
    • શ્વાસના રોગમાં ખૂબ જ ઉપયોગી છે.
    • મસ્તિષ્ક દર્દ, અંધાપો તથા સર્વાઈકલ સ્પોન્ડોલાઈટીસમાં ખૂબ ફાયદાકારક છે.
    • શરીરમાં સ્ફુર્તિ, શક્તિ તેમજ તેજ વધારે છે.

  • Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *