Sunday, 22 December, 2024

Cham Na Aai Gomde Lyrics in Gujarati

134 Views
Share :
Cham Na Aai Gomde Lyrics in Gujarati

Cham Na Aai Gomde Lyrics in Gujarati

134 Views

એ પડ્યું વેકેશન આયા રે મેમોન
તું ના આયી ચમ રોવે મારૂં મન
પડ્યું વેકેશન આયા રે મેમોન
તું ના આયી ચમ રોવે મારૂં મન

હે મેલી હું લમણે હાથ બેઠો છું લેમડે
હે તમે પડ્યું વેકેશન તોય ના આયા રે ગોમડે

હે થઇ ગયા સેટ તમે જઈ શેરમાં
પાછા વળી ના આયા તમે ગોમમા
હે પડે રજાઓ તરત હું આય જાયો ગોમડે
હે યાદ કરો સોગન ખાધેલ સેતરના સેદડે
હે મેલી હું લમણે હાથ બેઠો છું લેમડે

હે ઘડી ઘડી વિચાર મને મનમાં એવા થાઈ
છો મહિનાથી દુર હતી ફરી તો નઈ જાય
હે વેકેશન પડ્યે દાડા થઈ ગઈ દસ બાર
હજુ સુધી ગોમડે ચમ આયી નહીં યાર

હે મોને ના મન મારૂં કોઈ વાતમાં
હુકતાં નથી આંશુ મારી આંખમાં
હે હૂતો હવારથી બેસી જવ બસ્ટેન્ડનાં બાંકડે
હે બસ ખાલી ખાલી બધી જાય
તું તો ના ઉતરે
હે મેલી હું લમણે હાથ બેઠો છું લેમડે

હો દસ દાડાથી ફોન એનો બંધ રે બોલે
વૉટએપ ઇન્સ્ટા ના ફેસબુક ખોલે
હે મને લાગે છે આવી ગઈ કોકની વાતમાં
અમને ઉંઘ નથી આવતી રાતમાં

હે થયું શું હશે નથી કોઈ હમજાતું
કોને જયને કરવી મારા દલડાની વાતું
હે નથી મળતો જવાબ કોઈ મગજના ચોપડે
હે લખું તારી યાદોમાં ગીત વાડાના વખડે
હે મેલી હું લમણે હાથ બેઠો છું લેમડે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *