Friday, 15 November, 2024

ચણા ચાટ બનાવવાની Recipes

379 Views
Share :
ચણા ચાટ બનાવવાની Recipes

ચણા ચાટ બનાવવાની Recipes

379 Views

નમસ્તે મિત્રો આજે આપણે chana ni chaat banavani rit – ચણા ચાટ બનાવવાની રીત શીખીશું, આ ચાર્ટ ચટપટું, તીખું, ખાટું ખાવા ની તમારી ભૂખ તો સંતોષે છે સાથે સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે. અને બનાવવા માટે ઘણો સમય પણ નથી લાગતો અને ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે જેને તમે સાંજ ના નાસ્તા અથવા પ્રવાસમાં લઈ જઈ ને મજા લઇ શકો છો તો ચાલો જાણીએ chana chaat recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ચણા ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • કાળા ચણા 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • બાફેલા બટાકા 1 ના કટકા
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ઝીણા સમારેલા ફુદીના ના પાંદ 4-5
  • ઝીણું સમારેલું આદુ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • સંચળ ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • સરસો તેલ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ચણા ચાટ બનાવવાની રીત | chana chaat recipe in gujarati

ચણા ચાટ બનાવવા માટે સૌ કાળા ચણા ને સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી ને આખી રાત અથવા આખો દિવસ અથવા છ કલાક ચણા ને પલાળી મૂકો.

ચણા બરોબર પલાળી લીધા બાદ ચણા નું પાણી નિતારી કુકર માં નાખો અને સાથે ચણા ડૂબે એટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ફૂલ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ દસ પંદર મિનિટ ધીમા તાપે બાફી લ્યો.

ચણા ને પંદર મિનિટ બાફી લીધા બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચણા ને  ચારણી માં કાઢી વધારા નું પાણી નિતારી લ્યો . હવે મોટા વાસણમાં કાઢી લ્યો.

હવે એમાં બાફી ને ઝીણા સમારેલા બટાકા ના કટકા, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા ડુંગળી, ફુદીના ના પાંદ, સંચળ, લાલ મરચાનો પાઉડર, આદ ની કતરણ, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ઝીણા સમારેલા લીલાં ધાણા, મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલાં મરચા અને સરસો તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મજા લ્યો ચણા ચાર્ટ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *