Saturday, 27 July, 2024

Chapter 02, verse 11-15

124 Views
Share :
Chapter 02, verse 11-15

Chapter 02, verse 11-15

124 Views

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છેઃ
Shri bhagavan uvacha

अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे ।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥२-११॥

ashochyam anvashochas tvam pragyavadam�s cha bhasase
gatashoon agatashunascha na anushochanti panditah

પંડિતના જેવું વદે પરંતુ શોક કરે,
પંડિત જીવનમરણનો શોક કદી ન કરે.
*
न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः ।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम् ॥२-१२॥

na tva eva ham jatu na sam no tvam neme janadhipaha
na chaiva na bhavishyamah Sarve vayamatah param.

dehinoasminyatha dehekaumaram yauvanam jara
tatha dehantarapraptirdhirastatra na muhyati.

બાલ જુવાન બને બધા થાય વૃધ્ધ પણ તેમ,
મરવું સૌને છે ખરે, દુઃખી થવું તો કેમ.
*
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः ।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ॥२-१४॥

matrashparshastu kaunteya shitoshnasukhaduhkhadaha
agampayino nityas tams titikshashva bharata

ટાઢતાપ સુખ-દુઃખને દેનારા વિષયો.
ચલાયમાન અનિત્ય છે, સહુ તે ભારત ઓ!
*
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥२-१५॥

yam hi na vyathayantete purusham purusharshabha
samaduhkhsakham dhiram somritatvaya kalpate

વિષય તેમ સુખદુઃખથી વ્યથા ન જેને થાય,
ધીર પુરુષ તે છેવટે અમૃતપદમાં ન્હાય. ॥૧૫॥

Meaning
श्री भगवान बोले
हे अर्जुन, तुम्हारी हालत तो वो पंडित के जैसी है जो एक ओर बुद्धिमान की तरह ज्ञान की बातें करता है और दूसरी ओर शोक से व्यथित होकर रोता है । तुम तो उनके लिए शोक कर रहे हो जो अभी जिवीत है । पण्डित और ज्ञानी न तो उनके लिये शोक करते है जिनके प्राण चले गऐ है और न उनके लिये जो जिवीत हैं । एसा तो नहीं की तुम्हारा, मेरा और यह राजा जो दिख रहे हैं, उनका पहले कभी नाश नहीं हुआ हो और यह भी तो नहीं की भविष्य मे कभी नहीं होगा । जैसे जीवात्मा को बाल्यावस्था, युवावस्था और वृद्धावस्था की प्राप्ति होती है, उसी प्रकार देह का अन्त होने पर अन्य शरीर की प्राप्ति होती है । इसलिए बुद्धीमान लोग मोहित होकर शोक नहीं करते । हे कौन्तेय, सर्दी-गरमी तथा सुख-दुःख को अनुभव करनेवाले इन्द्रिय और विषयों के संयोग आते-जाते रहते हैं, हमेशा नहीं रहते । इसलिए हे भारत, इन्हें सहन करना सीखो । जो धीर पुरुष इनसे व्यथित नहीं होता, तथा दुख और सुख में एक सा रहता है, वह मोक्ष का अधिकारी होता है ।
*
શ્રી ભગવાન કહે છે,
હે અર્જુન, તારી હાલત તો પેલા પંડિતના જેવી છે જે એક તરફ જ્ઞાનની વાતો કરે છે અને બીજી તરફ શોકથી વ્યથિત થઈ આંસુ વહાવે છે. પંડિતો જીવતાં હોય કે મૃત્યુ પામ્યા હોય – એ બંને માટે આંસુ નથી વહાવતા. જ્યારે તું તો એમને માટે શોક કરી રહ્યો છે જેઓ હજુ જીવે છે. અને વળી એવું થોડું છે કે મારું, તારું કે આ યુદ્ધમાં શામેલ રાજાઓનું કદી મૃત્યુ જ ન થયું હોય અથવા ભવિષ્યમાં પણ કદી થવાનું જ ન હોય ? જેવી રીતે વ્યક્તિ બાળક બને છે, યુવાન બને છે અને અંતે વૃદ્ધાવસ્થાને પામે છે તેવી જ રીતે જીવનનો અંત આવ્યા પછી તેને બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એથી બુદ્ધિમાન લોકો મોહિત થઈને શોક કરવા નથી બેસતા. હે કૌન્તેય, ટાઢ-તાપ કે સુખ-દુઃખનો અનુભવ કરવાવાળા ઈન્દ્રિયના પદાર્થો તો ચલાયમાન અને અનિત્ય છે. તે કાયમ માટે રહેતા નથી. એથી હે ભારત, એને સહન કરતા શીખ. જે ધીર પુરુષ એનાથી વ્યથિત નથી થતો તથા સુખ અને દુઃખ બંનેમાં સમ રહે છે તે મોક્ષનો અધિકારી થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *