Sunday, 22 December, 2024

Chapter 02, Verse 66-70

164 Views
Share :
Chapter 02, Verse 66-70

Chapter 02, Verse 66-70

164 Views

नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।
न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥२-६६॥

na asti buddhir ayuktasya na cha ayuktasya bhavana
na cha abhavayatah shantir ashantasya kutah sukham

ચંચલને બુધ્ધિ નથી, નથી ભાવના તેમ,
ભાવના વિના શાંતિ ના,અશાંતને સુખ કેમ.
*
इन्द्रियाणां हि चरतां यन्मनोऽनु विधीयते ।
तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥२-६७॥

indriyanam hi charatam yan mano anuvidhiyate
tad asya harati prajnam vayur navamiva ambhasi

tasmad yasya mahabaho nigrihitani sarvashah
indriyani indriyarthebhya tasya pragya pratisthita.

તેથી જેણે ઇન્દ્રિયો વિષયોથી વાળી,
તેની બુધ્ધિ થાય છે સ્થિરતા-સુખવાળી.
*
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥२-६९॥

ya nisha sarvabhutanam tasyam jagarti samyami
yasyam jagrati bhutani sa nisha pashyato muneha.

વિષયોમાં ઊંઘે બધાં, યોગી વિષય-ઉદાસ,
પ્રભુ પ્રકાશથી દૂર સૌ, યોગી પ્રભુની પાસ
*
आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥२-७०॥

apuryamanam achalapratishtham samudramapaha pravishanti yadvat
tadvat kamayampravishanti sarve sa shantim apnoti na kama kami

સમુદ્ર પાણીથી બને જેમ કદી ન અશાંત,
તેમ કામનાથી રહે નિર્વિકાર ને શાંત.

Meaning
जिसकी इन्द्रियाँ संयमित नहीं हैं, उसकी बुद्धि स्थिर नहीं हो सकती और न ही उस में शान्ति की भावना हो सकती है । और जिसमे शान्ति की भावना नहीं है वह शान्त कैसे हो सकता है ? जो शान्त नहीं है उसे सुख कैसा ? जैसे कोई नाव को हवा खीच ले जाती है बिल्कुल इसी तरह भटकती हुई इन्द्रियाँ मन पर काबू पा लेती है और उसकी बुद्धि का हरण कर लेती है । इसलिये हे महाबाहो, जिसकी इन्द्रियाँ विषयों से निग्रह की हुई है, उसी की बुद्धि स्थिर होती है । जो अनित्य पदार्थ के लिए सब जीव जागते है, उसे स्थितप्रज्ञ मुनि रात की भाँति देखता है और अन्य लोगों के लिए जो रात्रि के समान है एसे परमात्मा की प्राप्ति के लिये संयमी पुरुष जागता है । जैसे नदियों का जल समुद्र में उसे विचलित किये बिना समा जाता है, उसी प्रकार स्थितप्रज्ञ पुरुष में वृतियाँ किसी प्रकार के विकार पैदा किये बिना शान्त हो जाती हैं । एसा पुरुष परम शांति को प्राप्त करता है,  न कि वह जो वृत्तियों के पीछे भागता है ।
*
જેની ઈન્દ્રિયો સંયમિત નથી એની બુદ્ધિ સ્થિર રહી શકતી નથી અને એમ થવાથી એનામાં શાંતિ પેદા થતી નથી. એવો વ્યક્તિ શાંત કેવી રીતે બની શકે ? અને જે શાંત ન બને તેને વળી સુખ કેવી રીતે મળે ? જેવી રીતે નૌકાને હવા ખેંચી જાય છે એવી રીતે ભટકતી ઈન્દ્રિયો તેના મનને ખેંચી જાય છે. એની બુદ્ધિનું હરણ કરી લે છે. એથી હે મહાબાહો, જેની ઈન્દ્રિયો વિષયોમાંથી નિગ્રહ પામી છે, એમની જ બુદ્ધિ સ્થિર રહે છે. સંસારના ભોગોપભોગો માટે સામાન્ય મનુષ્યો પ્રવૃત્તિ કરતા દેખાય છે ત્યારે મુનિ એ માટે તદ્દન નિષ્ક્રિય રહે છે. (અર્થાત્ જે લોકો માટે દિવસ છે તે એને માટે રાત્રિ – નિષ્ક્રિય રહેવાનો સમય છે). એવી જ રીતે જે લોકો માટે રાત્રિ છે તે મુનિ માટે દિવસ છે (અર્થાત્ જેને માટે સામાન્ય મનુષ્યો પ્રયત્ન નથી કરતા તે પરમાત્માની પ્રાપ્તિ માટે મુનિ પ્રયત્ન કરે છે). જેવી રીતે સરિતાનું જળ સમુદ્રને અશાંત કર્યા સિવાય સમાઈ જાય છે તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ કોઈ વિકાર પેદા કર્યા વિના શાંત થઈ જાય છે. (એને વૃત્તિઓ ચલિત નથી કરતી). એવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. નહીં કે સામાન્ય મનુષ્ય કે જે વૃતિઓ પાછળ ભાગતો ફરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *