Sunday, 8 September, 2024

Chapter 04, Verse 31-35

138 Views
Share :
Chapter 04, Verse 31-35

Chapter 04, Verse 31-35

138 Views

यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ।
नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥४-३१॥

yagya shistabhujmritah yanti brahma sanatanam
na ayam lokah asti ayagyasya kutah anyah kurusattam

યજ્ઞામૃત ખાનારને ઈશ્વર પ્રાપ્તિ થાય,
યજ્ઞહીનને આ જગે પછીય સુખ ના થાય.
*
एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे ।
कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥४-३२॥

evam bahuvidhan yagyah vitatah brahmanah mukhe
karmajan viddhi tan sarvana evam gyatva vimokshyase

shreyan dravyamyat yagyat gyanayagyah parantap
sarvam karma akhilam parth gyane parisamapyate

દ્રવ્યયજ્ઞથી જ્ઞાનનો યજ્ઞ શ્રેષ્ઠ તું જાણ,
કર્મ બધાંયે જ્ઞાનમાં પૂર્ણ થાય તે માન.

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥४-३४॥

tat viddhi pranipatena pratiprashnena sevaya
updekshyanti te gyanam gyaninah tatudarshinin

અનુભવવાળો હોય જે જ્ઞાની તેમજ હોય,
તેને નમતાં સેવતાં, પૂછ પ્રશ્ન તું કો’ય
*
यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव ।
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ॥४-३५॥

yat gyatna na punah moham evam yasyasi pandava
yen bhutani asheshena drakshiyasi atmani atho mayi

જ્ઞાન તને તે આપશે, તેથી મોહ જશે,
જગ આખું મુજમાં પછી જોશે આત્મ વિશે.

Meaning
हे अर्जुन, यज्ञशिष्ट अमृत का पान करनेवाला योगी सनातन ब्रह्म को प्राप्त करते हैं । (यज्ञ से अपने पापों को क्षीण कर उससे उत्पन्न शान्ति को प्राप्त करनेवाला ब्रह्म को जान लेता है) । जो इस प्रकार यज्ञ का अनुष्ठान नहीं करता उसके लिये यह लोक(जीवन) सुखदायक नहीं होता है तो फिर परलोक सुखदायक कैसे होगा ? ब्रह्मा द्वारा ऐसे बहुत सारे यज्ञों का विधान वेदो में किया गया है । इन सभी को तुम मन, ईन्द्रिय और शरीर की क्रिया द्वारा संपन्न होनेवाले जान । ऐसा जान लेने पर पर तुम कर्मबंधन से मुक्त हो जाओगे । हे अर्जुन, द्रव्य से किये जानेवाले यज्ञ की तुलना में ज्ञान यज्ञ श्रेष्ठ है । पूर्ण ज्ञान होने से सारे कर्म समाप्त हो जाते है । इस सत्य को भलीभाँति जान चुका ज्ञानी पुरुष, प्रणाम से, वार्तालाप से या  सेवा से प्रसन्न होकर तुम्हे ज्ञान प्रदान करेगा । हे पाण्डव, उस ज्ञान प्राप्त करने के बाद तुमको मोह नहीं होगा । साथ में, परमात्मा को तुम सृष्टि के सभी जीवों में तथा अपने आप में देखोगे ।
*
હે અર્જુન, યજ્ઞશિષ્ઠ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો. તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય ? વેદમાં બ્રહ્મા દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સર્વે યજ્ઞો મન, ઈન્દ્રિય અને શરીર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવે છે. એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. હે અર્જુન, દ્રવ્યયજ્ઞની તુલનામાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ કે પૂર્ણ જ્ઞાનમાં બધા જ કર્મો સમાઈ જાય છે. આ સત્યને બરાબર જાણી ચુકેલ જ્ઞાની પુરુષને તું પ્રણામ કરી, વાર્તાલાપ દ્વારા કે સેવાથી પ્રસન્ન કર. તે તને જ્ઞાન પ્રદાન કરશે. હે પાંડવ, આ રીતે જ્ઞાન પામ્યા પછી તને મોહ નહીં થાય અને તું તારા પોતામાં તથા અન્ય જીવોમાં મને નિહાળી શકીશ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *