ચીઝ મેગી બનાવવાની Recipe
By-Gujju10-01-2024
ચીઝ મેગી બનાવવાની Recipe
By Gujju10-01-2024
મીત્રો, આજે આપણે ઘરે ચીઝ મેગી બનાવવાની રીત – cheese maggi banavani rit શીખીશું. મેગી નું નામ સાંભળતા જ બાળકો ને મોઢામાં પાણી આવી જાય, બાળકો ની સાથે મોટાએને પણ મેગી ભાવતી હોય છે. આજે આપણે ઘણા બધા વેજીટેબલ નાખી ને ચીઝ મેગી બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ચીઝ મેગી બનાવતા શીખીએ.
Cheese Maggi ingredients
- તેલ 3 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- લસણ ની કડી 2
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- ઝીણા સુધારેલા ટામેટા ½ કપ
- વટાણા 2 ચમચી
- ઝીણા સુધારેલા સિમલા મરચાં ½ કપ
- ઝીણા સુધારેલા ગાજર ½ કપ
- સ્વીટ કોર્ન 2 ચમચી
- પાણી 1.5 કપ
- ચીઝ સ્લાઈસ 2
- ટેસ્ટ મેકર્ 1
- મેગી 1 પેકેટ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ચીલી ફ્લેક્સ
ચીઝ મેગી બનાવવાની રીત
ચીઝ મેગી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલ કેપ્સીકમ અને ઝીણા સુધારેલા ગાજર નાખો. તેને હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં વટાણા અને સ્વીટ કોર્ન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બધી સામગ્રી ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. અહી વેજીટેબલ ને ચડાવવા નહિ.
તેમાં પાણી નાખો. હવે તેમાં ચીઝ ની સ્લાઈસ ના નાના નાના ટુકડા કરીને નાખો. હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવી લ્યો.
ત્યાર બાદ તેમાં ટેસ્ટ મેકર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મેગી ના બે કટ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મેગી ને એક મિનિટ સુધી ચડાવી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ચીઝી મેગી. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર ગ્રેટ કરીને ચીઝ અને ચીલી ફ્લેક્સ છાંટો. હવે ચીઝી મેગી ને સર્વ કરો અને ગરમા ગરમ ચીઝી મેગી ખાવાનો આનંદ માણો.
Cheese maggi recipe
- વેજીટેબલ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.