છંદ
છંદ એટલે શું ?
“કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે.”
છંદના મુખ્ય પ્રકારઃ— અક્ષરમેળ છંદ, માત્રમેળ છંદ
સ્વર | વ્યંજન |
અ | ક |
આ | ખ |
ઇ | ગ |
ઈ | ઘ |
ઉ | ચ |
ઊ | છ |
એ | જ |
ઐ | ઝ |
ઓ | . |
ઔ | . |
અં | . |
અઃ | |
ઋ | જ્ઞ |
દરેક વ્યંજનમાં—અ— સ્વર ભળેલો હોય છેં.
ક કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ કૃ— બારાક્ષરી
। । । । । । । । । । । । ।
લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ
નિયમઃ—
લઘુ અક્ષરોઃ—જેના ઉચ્ચાર કરતાં સમય ઓછો
લાગે તે અક્ષર લઘુઅક્ષર જેવા કે – ક, કિ, કુ, કૃ છે.
લઘુઅક્ષર માટેઃ ‘ U ‘ (અર્ધચંદ્રાકાર) નિશાની વપરાય છે.
ગુરુઅક્ષરઃ— જેના ઉચ્ચાર કરતાં સમય વધારે લાગે તે અક્ષર
ગુરુઅક્ષર જેવા કે – કા કી કૂ કે કૈ કો કૌ કં કઃ
ગુરુઅક્ષર માટેઃ ‘—’ (આડી લીટી) નિશાની વપરાય છે.
જોડાક્ષરનો નિયમ
જો સયુકત વ્યંજન હોયતો તેની આગળનો હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.
(સિકકો, ખિસ્સું, જુઠ્ઠો, વિશ્વ, બુદ્ધિ, લુચ્ચો, જિલ્લો સત્ય, ઉચ્ચ)
સિ,ખિ,જુ,વિ,બુ,લુ,જિ,સ,ઉ – વગેરે અક્ષરો લઘુહોવા છતાં ગુરુ ગણાય છે.
આ સયુકત વ્યંજન નો તીવ્ર જોડાક્ષર છે.
પણ લડયો,પડયો,ચડયો,મળ્યો,- આ સયુકત વ્યંજન નો મંદ જોડાક્ષર છે. લઘુઅક્ષર લઘુ જ ગણાય છે.
અનુસવારનો નિયમઃ—
જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.
પંકજ,ગંગા કંઠ,પિંડ કુંજ, સંધિ -પં,ગં,કં,પિ,કું – હ્રસ્વઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.
પણ- કંઇ ,અહીં ,તહીં,સુંવાળું- મંદ અનુસ્વાર
વિસર્ગનો નિયમઃ—
વિસર્ગ યુકતઅક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે.
( નિઃશબ્દ, નિઃશાસ્ત્ર,દુઃખ, નિઃસ્પૃહા, નિઃશ્વાસ નિઃસંતાન)
પંકિત કે ચરણને અંતે આવતાં અક્ષર લઘુ હોયતો ગુરુ ગણાય છે.
ચરણ :- છંદની પૂરેપૂરા માપવાળી એકલીટીને ચરણ કે પદ કહે છે.
તાલ :- છંદમાં અમુક અંતરે ભાર મુકાય છે તેને તાલ કહે છે.
માત્રા :- માત્રામેળ છંદમાં લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની
બે માત્રા ગણવામાં આવે છે.
સૂત્ર = ય મા તા રા જ ભા ન સ લ ગા
શાર્દૂલવિક઼ીડિત
અક્ષર- ૧૯
બંધારણ- મસજસતતગા
યતિ-૧૨ અક્ષર
ઉદાહરણઃ
(૧) એ મૂક્યું વન,એ મૂકમાં જન,ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ
(૨) જેવો કો નભતારબો ગરી જતો અંધારામાં પથારી – ઉમાશંકર જોશી
(૩) ચિંતા અંતરની દઇ દયિતને સંગી થવા ઈચ્છવું – બોટાદકર
(૨) સ્ત્રગ્ધરાઃ
અક્ષર-૨૧
બંધારણઃ મરભનયયય
કવિઃ સુન્દરમ્
ઉદાહરણ
(૧) પૃથ્વીના ફેફસામાં પ઼તિ સમય રહું પૂરી હું પ઼ાણવાયું.
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ઼સરે,નેત્રને તૃપ્તિ થાય.
(૩) વંશસ્થ –
અક્ષરઃ૧૨
બંધારણઃ જતજર
મંદાક્રાન્તા
અક્ષર-૧૭
બંધારણ- મભનતતગાગા
યતિ -૪ અને ૧૦ અક્ષરે
ઉદાહરણ
(૧) ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા.
(૨) દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.
(૩) તારા મારા મિલનની,સખિ! આજ શૃંગારરાત્રિ..
(૪) ધીમી ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી.
(૫) વૃધ્ધા માતા નયન નબળાં ફેરવી ત્યાં જુએ છે.
(૬) આવ્યો આવ્યો શત શત શિલા પર્વતો તોડી આવ્યો.
(૭) ને પેલી ત્યાં પુર-યુવતીઓ કોમલાંગી રૂપાળી.
(૮) આજે મારે હ્રદય રણકે તારું ઉન્મત્ત ગીત.
(૯) બોલે યોગીઃ વીસરી ગઇ શું કોલ એ,વાસુદત્તા.
(૧૦) ખરે પુષ્પો જ્યારે મધુર ફળ ત્યારે તરુ ઘરે.
વિના દિધે ભોગો જગત પર સિદ્ધિ નવ મળે.
(૧૧) શોકાવેશે હ્રદય ભરતી,કંપતી ભીતિઓથી.
(૧૨) મંદાક્રાન્તા કરુણ મધુરા છંદ મંદ ક્રમંતા.
તારી મૂર્તિ પરમ રમણીય લહું નિત્ય નવ્ય.
(૧૩) તારા લાગે બધિર,વીજળી પૂછવા દે જ છે કયાં ?
(૧૪) રે પંખીડા ! સુખથી ચણજો ગીત વા કાંઇ ગાજો .
(૧૫) માડી મીઠી સ્મિત મધુરને ભવ્યમૂર્તિ પિતાજી.
શિખરિણી
અક્ષર – ૧૭
ગણ –યમનસભલગા
યતિ – ૬ અને ૧૨ અક્ષર
ઉદાહરણ
(૧) અમારા એ દાદા,વિપુલ વડના ઝુંડ સરખા.
(૨) વિશાળી છાયાએ સકલ અમ સંતાપ હરતા.
(૩) તમે તો આ લોક નર પલટી નારાયણ થતા.
(૪) મળી છે શું આંહી જગત પરની સૌ મધુરતા.
(૫) હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગતનાં.
(૬) અમારી યાત્રા આ પ્રવિશતી હવે નામ વિણનાં.
(૭) પ્રિયા ! તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો.
(૮) અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી.
મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ,ભમે આજ અટુલી.
(૯) અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તુલ ઈજા
(૧૦) મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો.
(૧૧) પરોઢે આવેલા સપના સમ આવ્યા પિયુ તમે.
(૧૨) ભમ્યો તીર્થો ધરી ઉર મનીષા દરશની.
(૧૩) પુરી,કાશી,કાંચી,અવધ,મથુરાને અવર સૌ.
(૧૪) હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે.
પૃથ્વીછંદ
અક્ષર- ૧૭
ગણ- જસજસયલગા
યતિ -૮ અક્ષરે
ઉદાહરણ
(૧) દિશા વિજ્ય કૂચનાં કદમ ગાજતાં ઊપડે.
(૨) દિશા સકળમાં ભમી,ક્ષિતિજ હાથ તાળી દઇ.
(૩) વધે કદમ હા´ચકો,કદમ તેજ પાછો પડે.
(૪) લઉં ગુલછડી ? સુગંધમય પાંખડી ? કે ઘડી.
(૫) ઈલા શબદ એક એ જ નથી ભવ્ય શું સ્મારક.
(૬) પ્રભો ! છલકતાં ધ્યા-પ્રણય-શાંતિના સાગરો.
(૭) ન રૂપરમણી,ન કોમળ કળાભરી કામિની.
(૮) સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાન્તથી નીકળ્યા.
(૯) ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું,તું ફટકાર ઘા,ઓ ભુજા !
(૧૦) અખૂટ રસ પૌરુષે સભર આત્મ હું તો ચહું.
(૧૧) જહીં મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું .
(૧૨) છતાંય દિલતો ચહે તન યુવાનની તાજગી.
(૧૩) મને શિશુતણી ગમે સરળ સૃષ્ટી સ્નેહભરી.
(૧૪) ઉછંગ પિવાડી અનગળ રહી અમૃતઝરા.
હરિગીત
માત્રા સંખ્યા- ૨૮
યતિ -૧૪ અને ૧૬ માત્રાએ
છેલ્લો અક્ષર-ગુરુ
(૧) બેસે છે ભાગ્ય બેઠાનું,ઊભું ઊભા રહેલનું
સૂતેલાનું રહે સુતુ,ચાલે ભાગ્ય ચલનીનું.
(૨) આ પ્રેમ પારાવારમાં નાતા મરણ પણ મિષ્ટ છે.
(૩) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી.
વાંકો એના અંબોડોને વાંકા એનાં વેણ છે.
(૪) સુખ સમયમાં છકી નવ જવું,દુઃખમાં ન હિંમત ધરવી
સુખ દુઃખ સદા ટકતા નથી,એ નીતિ ઉર ઉતારવી.
(૫) ભૂલો ભલે બીજું બધું,મા-બાપને ભૂલશો નહિ.
(૬) જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.
(૭) જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી.
(૮) મર્ત્ય જીવન તો ખરે,માત્ર પૂર્વાલાપ છે.