Sunday, 22 December, 2024

Chhodi Didho Tane Vatt Thi Lyrics in Gujarati

134 Views
Share :
Chhodi Didho Tane Vatt Thi Lyrics in Gujarati

Chhodi Didho Tane Vatt Thi Lyrics in Gujarati

134 Views

જા છોડી દીધો તને વટ થી તારા જેવું કોણ થાય
તે દગો કર્યો મારા દિલ થી તારે મારે મેળ નહિ થાય
તે તોડયો વિશ્વાસ મારા પ્રેમ નો તારી હારે કેમ રે જીવાય
પ્રેમ શું છે તને હમજણ નહિ પડે
પડશે હમજણ પછી ગોત્યો નહિ જડે
પ્રેમ શું છે તને હમજણ નહિ પડે
પડશે હમજણ પછી ગોત્યો નહિ જડે
જા તારું કર્યું તું ભોગવે તારા જેવું કોણ થાય
જા છોડી દીધો તને વટ થી તારા જેવું કોણ થાય

માન્યો તો તુજને મારો પોતાનો
નતી ખબર તું થઈશ બીજા નો
આજે દારો છે તારો હસવાનો
રાખજે ખબર વારો આવશે રોવાનો
માયા મિલકત તારી રે ખોટ છે
તને ચાહનારા સાથ તારો છોડશે
માયા મિલકત તારી રે ખોટ છે
તને ચાહનારા સાથ તારો છોડશે
ખૂણા માં જઈને રોવું પડશે તારા જેવું કોણ થાય
જા છોડી દીધો તને વટ થી તારા જેવું કોણ થાય

હાથ ના કર્યા તારા હૈયે રે વાગશે
મારા ઓતેડા ની હાય તને લાગશે
મારા જેવો પ્રેમ કોઈ ના કરશે
વળી જાજે પાછો હજુ સમય છે
પછી કેતો નઈ કીધું નતું મને
હજુ આલુ છું ચાન્સ એક તને
પછી કેતો નઈ કીધું નતું મને
હજુ આલુ છું ચાન્સ એક તને
આતો નોનપણ નો છે નેડલો સીદને ભૂલી જવાય
જા છોડી દીધો તને વટ થી તારા જેવું કોણ થાય
તે દગો કર્યો મારા દિલ થી તારે મારે મેળ નહિ થાય
તે તોડ્યો વિશ્વાસ પ્રેમ નો તારી હારે કેમ રે જીવાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *