Sunday, 22 December, 2024

ચિયા સીડ્સ (તકમરીયા) ના ફાયદા અને નુકશાન

1858 Views
Share :
ચિયા સીડ્સ (તકમરીયા) ના ફાયદા અને નુકશાન

ચિયા સીડ્સ (તકમરીયા) ના ફાયદા અને નુકશાન

1858 Views

ચિયા બીજ (Chia Seeds) ના વિશે બહુ ઓછાં લોકો જાણકાર હશે. ચીયા બીજ ખુબ જ નાના દાણા હોય છે પરંતુ તે શરીર ના રોગો થી રક્ષણ પુરૂ પાડવામાં મદદરૂપ થાય છે. ચીયા બીજ શરીર ને લગતા રોગો અને ઘણી એવી બીમારીઓ ને ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે.

ચિયા બીજ શું છે? | Chia Seeds In Gujarati

ચિયા બીજ મુખ્યત્વે કાળા અને સફેદ એમ બે રંગોમાં જોવા મળે છે. ચીયા બીજના દાણા ખુબ જ નાના હોય છે. તેનો મોટા ભાગે ઉપયોગ ફાલુદામાં થતો હોય છે. ચિયા બીજ આલ્ફા-લિનોલીક એસિડનો પણ ભરોસાપાત્ર સ્ત્રોત છે, જે ઓમેગા-3 ફેટી એસિડ છે જે ઓમેગા-6 અને ઓમેગા-3 ફેટી એસિડના નીચા ગુણોત્તરને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

ઘણા લોકો માને છે કે ચિયાના બીજ તુલસીના બીજ અથવા તકમરિયા છે, પરંતુ આ માન્યતા ખોટી છે, ચિયા બીજનું વૈજ્ઞાનિક નામ સાલ્વીયા હિસ્પેનિકા છે. આ બીજ ભારતમાં નથી મળતા પરંતુ મેક્સિકોથી ચીનમાં આયાત કરવામાં આવે છે. ચિયા બીજમાં લિપિડ તરીકે ફેટી એસિડ્સ (Polyunsaturated), ફેટી એસિડ્સ (Saturated), ફેટી એસિડ્સ (Monounsaturated) જોવા મળે છે.

આ બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેમજ આ બીજમાં વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન E, નિયાસિન, થાયમીન, ફોલેટ (DFE), રિબોફ્લેવિન વગેરે વિટામિન જોવા મળે છે અને તેથી જ ચિયા બીજને સુપરફૂડ કહેવામાં આવે છે.

ચિયા બીજ મુખ્યત્વે પ્રોટીન, ફાઇબર, પાણી, કાર્બોહાઇડ્રેટ, ઉર્જા, ચરબી જેવા અનેક પોષક તત્વો તેમજ પોટેશિયમ, મેંગેનીઝ, ઝીંક, iron, ફોસ્ફરસ, સેલેનિયમ, કોપર, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા ઘણાં બધા મિનરલનો સમાવેશ થાય છે. જે બધા પોષક તત્વો અને મિનરલ આપણાને તંદુરસ્ત રાખવા શરીર માટે મહત્વનો ભાગ ભજવે છે.

ચિયા બીજ ના ફાયદા:

વજન ઘટાડવા માટે મદદરૂપ:

આજકાલ વ્યક્તિ વજન માં વધારા થવા ના કારણે થી સતત પરેશાન રહેતી હોય છે. જેના માટે ચિયા બીજ નો ઉપયોગ કરવા થી વજન ઘટાડવા માં મદદરૂપ સાબિત થાય છે. ચિયા બીજ નું સેવન કરવા થી આ ભૂખ ને નિયંત્રણ માં રાખે છે.

ચિયા બીજ નું રોજ સેવન કરવા માં આવે તો વજન ઘટાડવા માં મદદ મળે છે અને  National Center For Biotechnology Information ની માહિતી મુજબ નિયમિત સેવન કરવા થી શરીર પર ની ચરબી માં ઘટાડો થાય છે.

હાડકા અને દાંત ને મજબૂત બનાવે:

ચિયા બીજ ના ફાયદા માં હાડકા અને દાંત ને મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. તેમાં આવેલું કેલ્શિયમ ની ભરપુર માત્રા જે દાંત અને હાડકા ને મજબૂત બનાવે છે. કેલ્શિયમ સિવાય આમાં મેગેનીઝ નું પ્રમાણ વધુ હોવા થી પણ તે દાંત અને હાડકા ને મજબૂત બનવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય ચિયા બીજ માં ફોસ્ફરસ હોય છે ફોસ્ફરસ એક પ્રકાર નું ખનિજ છે. જે હાડકા ને મજબૂત બનાવે છે. આ સિવાય ચીયા બીજ માં અંટીઓકસાઈડન્ટ પણ હોય છે જે દાંત ને મજબૂત બનાવે છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણ માં રાખે:

ચિયા બીજ માં ઓમેગા -3 ફેટી એસિડ હોવા થી તે કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત રાખવામાં અને તેના થી હૃદય રોગ ને લાગતી બીમારીઓ થી રક્ષણ પૂરું પાડે છે. તે સિવાય ફાઈબર ની માત્રા વધુ હોવા થી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ ને નિયંત્રણ માં રાખે છે.

ત્વચા ના નિખાર માટે:

ચિયા બીજ માં આવેલા ઓમેગા 3 ફેટી એસિડ લોહી નું પરિભ્રમણ વધારે છે અને સુકાઈ ગયેલી ત્વચા ને ઓછી કરે છે. ત્વચા માં જો સોજો આવ્યો હોય તો તેમાં પણ મદદરૂપ થાય છે. શરીર પર થતી કરચલી ને રોકવામાં મદદ કરે છે. ત્વચા પર ની થકાવટ ને દૂર કરે છે.

  • ચહેરા પર ચિયા ફેસ માસ્ક નિયમિત લગાવવા થી ચહેરા પર ના ખીલ ને ઓછા કરવા માં મદદ કરે છે.
  • ત્વચા ના સુકાઈ ગયેલા ભાગ પર જેમકે કોણી કે ઘૂંટણ પર ચિયા નું તેલ લગાવવા થી ત્વચા નરમ થાય છે.
  • વધતી ઉમર ના કારણે થતી ચહેરો લચી જવો જેવી થતી તકલીફ ને રોકવા માટે મદદરૂપ થાય છે.

ઉંઘ માટે મદદરૂપ:

સેરોટોનિન અને મેલેટોનીન આ બે હોર્મોન્સ ઉંઘ માટે જરૂરી હોય છે. આ બે હોર્મોન્સ ટ્રીપ્ટોફેન નામના હોરમોન્સ થી બને છે. ટ્રીપ્ટોફેન એ શરીર માં એમિનો એસિડ હોય છે. ચિયા બીજ માં ટ્રીપ્ટોફેન સારી માત્રા માં મળી રહે છે. જેના કારણે થી ઉંઘ સારી આવે છે. એક સર્વે મુજબ ટ્રીપ્ટોફેન નો ઉપયોગ ઉંઘ ની બીમારી માં થાય છે.

વાળ માટે મદદરૂપ:

વાળ ને માત્ર યોગ્ય શેમ્પૂ કે સાબુ સિવાય યોગ્ય આહાર ની પણ જરૂર રહેતી હોય છે. ખાવા પીવા ની આદત ના આધારે થી વાળ માં ઉપયોગી સાબિત થાય છે. ચિયા બીજ માં વિટામિન બી મળી રહે છે જે વાળ માટે સારું સાબિત થાય છે. વિટામિન બી ના સેવન કરવાથી વાળ ને સ્વસ્થ અને ઘાટા બનાવે સાથે સાથે વાળ ને ખરતાં પણ અટકાવી શકાય છે.

પાચનતંત્ર મજબૂત બનાવે:

શરીર ને સ્વસ્થ રાખવા માટે પાચનતંત્ર મહત્વ ની ભૂમિકા ભજવે છે જો શરીર માં જે આહાર માં લેતા હોઈએ તેનું યોગ્ય રીતે પાચન ના થાય તો તે શરીર માં નવા રોગો ને આમંત્રણ આપે છે માટે ચિયા બીજ માં ફાઈબર ની માત્રા વધુ હોવા થી તે પાચનતંત્ર ને મજબૂત બનાવાનું કાર્ય કરે છે. ડાઈટ માં ચિયા બીજ ને ઉપયોગ માં લઇ શકાય છે.

કબજિયાત માં રાહત આપે:

માનવ શરીર માં રોગો ની શરૂઆત યોગ્ય રીતે જમવાનું પાચન ના થતું હોવા થી પેટ થી થાય છે. ઘણીં વાર લોકો કબજિયાત ને લગતી બાબતો ની ચર્ચા વિચારણા કરતા ખચકાતા હોય છે. પરંતુ જો પેટ ને સ્વસ્થ રાખવા માં આવે તો આખું શરીર સ્વસ્થ રહેતું હોય છે માટે કબજિયાત ને લગતી તકલીફ હોય તો તેવા સમયે ચિયા બીજ ને ડાઈટ માં લેવા માં આવે તો તે કબજિયાત માં રાહત આપે છે.

ચિયા બીજ માં ફાઈબર ની માત્રા વધુ હોવા થી તે પેટ માં પાચન શક્તિ પુરી પાડે છે. જેના કારણે થી કબજિયાત ની સમસ્યા થી રાહત આપે છે.

સંધિવાની સમસ્યા માટે ઉપયોગી

ચિયાના બીજમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હાડકાની ખનિજ ઘનતા જાળવવામાં મદદ કરે છે. ચિયા બીજ ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે, આલ્ફા-લિનોલીક એસિડ અથવા એએલએ ઓમેગા -3 સાંધા અને ધમનીઓમાં બળતરાપીડા અને બળતરાને ઘટાડે છે. ઘણાં અભ્યાસો સૂચવે છે કે દરરોજ 4 ગ્રામ ચિયા બીજનું સેવન કરવાથી સંધિવાને નિયંત્રિત કરી શકાય છે.

ડાયાબિટીસના કિસ્સામાં ઉપયોગી છે

ચિયાના બીજમાં રહેલા સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટ્સ અન્ય ખોરાક કરતાં વધુ ધીમેથી લોહીના પ્રવાહમાં મુક્ત થાય છે. આ ક્રમિક પ્રકાશન શરીરના કોષોને આપેલ સમયગાળા દરમિયાન પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે. આમ તે બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે શરીરની ઇન્સ્યુલિન પરની નિર્ભરતાને ઘટાડે છે.

ચિયા બીજ ના અન્ય ફાયદા:

  • ચિયા બીજ માં આર્યન, ઝીંક, મેગ્નેશિયમ, વિટામિન બી ભરપૂર માત્રા મ હોવા થી શરીર માં શક્તિ નું પ્રમાણ વધારે છે.
  • ગર્ભાવસ્થા દરમ્યાન મહિલા ને પૌષ્ટિક આહાર લેવા માટે ડોક્ટર સલાહ આપે છે. જેનાથી ગર્ભ માં રહેલા બાળક ને પોષક તત્વો મળી રહે છે.
  • યોગ્ય પ્રમાણ માં ચિયા બીજ નું સેવન કરવા થી ડાયાબિટીસ ના દર્દીઓ માટે પણ ઉપયોગી થાય છે.
  • ચિયા બીજ માં એન્ટી ઓક્સીડેન્ટ હોવા થી તે બીમારી થી લાડવા માં મદદરૂપ થાય છે.
  • સ્તન કેન્સર જેવી ઘાતક બીમારી માં સહાયક સાબિત થાય છે.
  • માનસિક સ્વાસ્થ્ય કે તણાવ અનુભવતા હોય તો તેમાં આનું સેવન કરવા થી મદદરૂપ થાય છે.

ચિયા બીજના નુકસાન

મિત્રો જેવી રીતે આપણે ચિયા બીજના ફાયદા વિશે જાણકારી મેળવી એવી જ રીતે ચિયા બીજના કેટલાક નુકસાન પણ છે અથવા તો અમુક શરતો છે જો તે શરતોનું પાલન ન થતું હોય તો તમારે ચિયા બીજની સેવન ન કરવું જોઈએ.

  • જેમનું બ્લડ પ્રેશર ઓછું હોય તેવા લોકોએ ચિયા બીજનું સેવન ન કરવું જોઈએ.
  • જો તમે બ્લડ થિનર લેતાં હોવ તો ચિયા બીજનું તમારે સેવન ન કરવું જોઈએ.
  • સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ ચિયા બીજનું સેવન કરવું જોઈએ.
  • ચિયા બીજનું સેવન કરતી વખતે એક જ વારમાં મોટી માત્રામાં સેવન ન કરવું જોઈએ. ચિયાના બીજ નાના હોવાથી તેને એકસાથે ખાઈ શકાય છે, પરંતુ જો તેને વધારે ખાવામાં આવે તો તે ગળામાં અટવાઈ જાય છે અને સમસ્યા થઈ શકે છે.
  • ચિયા બીજનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પાચનતંત્રમાં સમસ્યા થઈ શકે છે.
  • શસ્ત્રક્રિયા (સર્જરી) દરમિયાન ચિયા બીજનું સેવન ન કરવું જોઈએ.
  • ચિયાના બીજમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે, તે પેટમાં દુખાવો અથવા પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે, તેથી તેને વધુ માત્રામાં ન ખાવું જોઈએ.
  • ચિયા બીજના વધુ પડતા સેવનથી ઝાડા, ઉલ્ટી, એલર્જી, ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ચિયા બીજનું સેવન કેવી રીતે કરવું?

દોસ્તો ચિયા બીજને ખોરાક તરીકે સેવન કરવાની અલગ અલગ રીત છે. આપણે અહીં ચિયા બીજને કેવી રીતે સેવન કરવું તે માહિતી મેળવીશું.

  • ચિયા બીજને જમતા પહેલા 4 કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ જેથી તે જેલી જેવું થઈ જાય, ત્યારબાદ તેને દૂધ, શેક અથવા જ્યુસમાં મિક્સ કરી લઈ શકાય.
  • ઉપમા, પૌઆ અથવા ઈડલી જેવા નાસ્તામાં ચિયાના બીજ મિક્સ કરી શકાય છે.
  • ચિયા બીજને સવારે નાસ્તામાં ફ્રૂટ સલાડ સાથે લઈ શકાય છે.
  • ચા બનાવ્યા પછી, તમે તેમાં એક ચમચી ચિયાના બીજ પણ ઉમેરી શકો છો. ચામાં ચિયાના બીજ ઉમેર્યા પછી, તે થોડા સમય માટે ઉપર આવશે પરંતુ થોડા સમય પછી તે નીચે બેસી જશે.
  • ચિયાના બીજને પાવડર બનાવીને તાજા ઉકાળેલા પાણી અથવા દૂધમાં ભેળવી લઈ શકાય છે.
  • એક ચમચી દહીં અથવા સૂપમાં ઉમેરીને ભોજન સાથે ખાઈ શકાય.
  • ચિયાના બીજ ચીકણા હોવાથી તેને તાજા ઉકાળેલા પાણી અથવા દૂધમાં પણ પી શકાય છે.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *