Chotile Chamunda Bhali Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Chotile Chamunda Bhali Lyrics in Gujarati
By Gujju17-06-2023
ઊંચા કોટડા વાળી ચંડી ચોટીલામાં ભાળી
ઊંચા કોટડા વાળી ચંડી ચોટીલામાં ભાળી
ચંડ-મુંડ મારનારી માં તું અસુરો હરનારી
ચોટીલે ચામુંડ ને ભાળી માં તું લાલ નેજા ધારી
કે તને નમે નર નારી ચોટીલા ડુંગરા વાળી
ભેગી રેજે ભેળીયા વાળી માં લાલ નેજા ધારી
સિંહની રે સવારી કાળીયા ભીલ ને માં મળનારી
સિંહની રે સવારી કાળીયા ભીલ ને માં મળનારી
ઊંચા ડુંગરે માં વસનારી માં તું લાલ નેજા ધારી
ઊંચા ડુંગરે વસનારી માં તું લાલ નેજા ધારી
દેત દાનવનો ત્રાસ રે વધીયો
દેવ દરબારમા હાહાકાર મચીયો
પાતાળ ભૂમિથી માં ચામુંડા માં પ્રગટ્યા
અપરાધી ઓને મારી માતાજી એ ફટક્યા
પછેડી પાથરી માં તારા બાળ ને તે તાર્યો
મધદરિયેથી કાળીયા ભીલ ને ઉગાયો
ચંડી ત્રિશુલ ધારી ત્રુધા ડુંગરા રે વાળી
ચંડી ત્રિશુલ ધારી ત્રુધા ડુંગરા રે વાળી
રણ ચંડી ત્રિશુલ ધારી માડી પરચા તારા ભારી
રણ ચંડી ત્રિશુલ ધારી માડી રેજે રખવાળી
હૈયે હેતાળી માં દિલ ની દાતારી
ભીડ પડે ભેગી રે માં ગરીબની રખવાળી
હો તલભાર દુઃખ ના રાખે ફેરવે કરી રાજા
નોભી નો નાદ મારી ઓતેડી ની માતા
હો હોરઠના ડુંગર વાળી માં કંકુ રે કપાળી
અમરત રાજન કે માં કરજે રખવાળી
ઊંચા કોટડા વાળી ચંડી ચોટીલામાં ભાળી
ઊંચા કોટડા વાળી ચંડી ચોટીલામાં ભાળી
ચંડ મુંડ મારનારી માં તું અસુરો હરનારી
ચોટીલે ચામુંડ ને ભાળી માં તું લાલ નેજા ધારી
રણ ચંડી ત્રિશુલ ધારી માડી રેજે રખવાળી
ઊંચા કોટડા વાળી ચંડી ચોટીલામાં ભાળી
ઊંચા કોટડા વાળી ચંડી ચોટીલામાં ભાળી