ક્રિસમસ વિષે જાણવા જેવું
By-Gujju07-12-2023
ક્રિસમસ વિષે જાણવા જેવું
By Gujju07-12-2023
નાતાલ ના તહેવારમાં લોકો ઘર, ઓફિસ, દુકાનો વગેરે સજાવે છે. આ તહેવાર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભારતમાં પણ આ તહેવાર ખૂબ જ પ્રચલિત છે. બાળકોને આ તહેવાર માટે ખુબજ ઉત્સાહ હોય છે. સાન્ટા ક્લોઝ ની વાટ બાળકો આખા વર્ષ દરમિયાન જોતા હોય છે. તેમને ભેટ મળે એ માટે બાળકો ક્રિસમસ શોક્સ, ક્રિસમસ ની સાંજે ઘરની બહાર લટકાવે છે. જેથી સાન્ટા ક્લોઝ રાત્રે આવે અને તેમાં ગીફ્ટ મૂકી જાય. બાળકોની વચ્ચે ક્રિસમસ ને લઈને અલગ અલગ કહાનીઓ પ્રસીધ્ધ છે. તેમના માટે આ તહેવાર ખુશીનો પીટારો લઇ આવે છે. ભારત એક વિવિધતા થી ભરેલ દેશ છે અને આ તહેવાર ભારતમાં પણ ખુબ ઉત્સાહથી સેલિબ્રેટ કરવામાં આવે છે.
ક્રિસમસ પાછળની માન્યતા
ક્રિસમસ દરમિયાન જ પ્રભુ ઈસુનો જન્મ થયો હતો. બાઇબલમાં પણ એ કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુનો જન્મ આ દુનિયાથી નાના-મોટા, ધનવાન-ગરીબ, ઊંચ-નીચ ના ભેદભાવને દુર કરવા માટે થયો હતો. પ્રભુ ઈસુએ ગરીબ કુળમાં જન્મ લઈને ગરીબો, લાચાર ના પુનર્જીવન માટે આ ધરતીમાં જન્મ લીધો હતો. બાઇબલ અનુસાર, ઈશ્વરે પોતાના ભકત યાશાયાહ ના માધ્યમથી ઇ.સ. 800 વર્ષ પૂર્વે જ એ ભવિષ્યવાણી કરી દીધી હતી કે આ દુનિયામાં એક રાજકુમાર જન્મ લેશે અને તેની નામ ઈમેનુંએલ રાખવામાં આવશે. ઈમેનુંએલ નો અર્થ એ થાય છે કે ‘ઈશ્વર આપણી સાથે’. આ રીતે પ્રભુ ઈસુએ પૃથ્વી પર જન્મ લીધો.
ક્રિસમસ અને સાન્ટા ક્લોઝ
ક્રિસમસ નું નામ યાદ આવતા જ સૌથી પહેલા સાન્ટા ક્લોઝનું નામ આપણા મગજમાં આવે અને યાદ આવે તેમની સફેદ દાઢી, એ સફેદ લાલ ડ્રેસ અને તેમના ખભા પર ગીફ્ટનો થેલો. જોકે, ઈસામસીહ અને સાન્ટાનું કોઈ કનેક્શન નથી. સાન્ટા ની ઉત્પત્તિ વિષે કોઈને કઈ ખબર નથી. લોકો માને છે કે સેન્ટ નિકોલસ જ સાન્ટાનું અસલી રૂપ છે, જે એક પાદરી હતા અને બાળકોને ખુબજ પસંદ કરતા હતા તથા ભેટ આપતા હતા. સાન્ટા બાળકો ના પ્રિય છે અને ક્રિસમસના દિવસે તમામ બાળકો સાન્ટા ક્લોઝની અધીરાઈપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે.
ક્રિસમસ ટ્રી નો જન્મ
ક્રિસમસ સાથે જોડાયેલ બીજી અગત્યની વસ્તુ છે ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ના દિવસે આને અલગ-અલગ રીતે સજાવીને ઘરમાં રાખવામાં આવે છે, જેમાં ગીફ્ટ લટકાવવામાં આવે છે. એવું માનવામાં છે કે ક્રિસમસ ટ્રી નો આરંભ આઠમી સદીમાં જર્મનીમાં થયો હતો. જ્યાં બોનિફેસ નામના એક અંગ્રેજ ધર્મ પ્રચારક એ આને પ્રચલિત કર્યું હતું.
ક્રિસમસ ટ્રી ની સજાવટ પાછળ એક બીમાર બાળક જોનાથન ની વિશ જોડાયેલ છે. વર્ષ 1912 માં જયારે જોનાથન ખૂબ જ બીમાર પડ્યો હતા ત્યારે તેને તેના પિતા પાસે ક્રિસમસ ટ્રી ને સજાવવાની વિનંતીઓ કરી. પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે તેમને ક્રિસમસ ટ્રી ને ફૂલો, પાંદડા, રંગબેરંગી કાગળ અને ફળ સાથે સજાવ્યું. ત્યારથી વિશ્વભર માં ક્રિસમસ ટ્રી ને અલગ અલગ રીતે સજાવટ કરવાની પ્રથા ચાલી આવી છે.
હેપિનેસ અને ઉત્સાહ નો આ તહેવાર, તમારા જીવન માં ખુબ ખુશીઓ લઈને આવે અને સાન્ટા તમારી બધીજ વિશ પૂરી કરે.