Wednesday, 25 December, 2024

ક્રિસમસના દિવસે શા માટે શણગારવામાં આવે છે ક્રિસમસ ટ્રી?

231 Views
Share :
ક્રિસમસના દિવસે શા માટે શણગારવામાં આવે છે ક્રિસમસ ટ્રી?

ક્રિસમસના દિવસે શા માટે શણગારવામાં આવે છે ક્રિસમસ ટ્રી?

231 Views

આજે ક્રિસમસનો તહેવાર છે. દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ આ તહેવારને મનાવવામાં આવે છે જેના પગલે જોરશોરથી તૈયારી શરૂ કરવામાં આવે છે. ક્રિસમસની વિશેષ ટ્રી, તે સદાબહાર વૃક્ષ જેના સિઝન અનુસાર ન તેના પાદડા ખરે છે અને ન તો કરમાય છે, હંમેશાં લીલાછમ ભરેલા આ ટ્રીને ખ્રિસ્તી લોકો પ્રભુ ઇસુના જેમ માને છે. જેવી રીતે પ્રભુ ઇસુ નથી બદલતા તેવી જ રીતે આ વૃક્ષ છે.

આ દિવસમાં બજારમાં પણ ઓર્ટિફિશિયલ ટ્રીની માંગ ખૂબ વધી જાય છે. ક્રિસમસના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે ઘણાં પરિવારના લોકો ટ્રી વિશેષ રૂપથી શણગારે છે. પ્રાપ્તિ માહિતી અનુસાર,આ ટ્રીના સામે લોકો પોતાની ગિફ્ટ મુકે છે અને પછી સાંતા ક્લાસ તે ગિફ્ટ બાળકો અને મોટા લોકોને આપે છે.

પરંપરા છે ટ્રીને સજાવવું

દરે વર્ષે ક્રિસમસનો તહેવાર 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે જેના પગેલ લોકો જોરશોરથી તૈયારી શરૂ કરી દે છે. ક્રિસમસ પર ખ્રિસ્તી સમાજના લોકો કેકથી લઇને ઘરની સાફ-સફાઇ અને મહેમાનની જમાવાની-પીવાની સુવિધા, ક્રિસમસ ટ્રીને તૈયાર કરવું ઘણી બધી તૈયારીઓ કરતાં હોય છે. ત્યારે બાળકો અને મોટા દરેકમાં ક્રિસમસને લઇને ઉત્સાહ જોવા મળે છે. ખ્રિસ્તી સમાજમાં ક્રિસમસ ટ્રીની પરંપરા દાયકા જૂની છે. ક્રિસમસ ટ્રીનો બાઇબલમાં ઉલ્લેખ નહી પરંતુ નાતાલ પર આ પરંપરા દાયકા જૂની છે. લોકો આ લીલાછમ ટ્રીમાં ભગવાન ઇસુના સ્વરૂપથી જુએ છે.

photo 2021 12 25 16 51 04

ક્રિસમસ ટ્રીનું મહત્વ

સદાબહાર રહેનારા આ ટ્રીને ઘરમાં વિશેષ સ્વરૂપથી સુશોભિત કરવામાં આવે છે. ક્રિસમસથી પૂર્વ ક્રિસમસ ટ્રીનો પ્રસંગ ચર્ચના ઉપરાંત ખ્રિસ્તી સમાજ, કોલેજ તેમજ સ્કૂલમાં પણ ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગમાં આર્ટિફિશિયલ ટ્રીનો ઉપયોગ વધું થાય છે. આરોકેરિયા નામના આ ટ્રીના પાસે તમામ ખ્રિસ્તી પોતની ગિફ્ટ મુકે છે. વિશેષ રૂપથી ડેકોરેટ કરેલા ટ્રીના પાસેથી સાંતા આ ભેટને લઇ લોકોમાં આપે છે. જોકે ક્રિસમસ પર આવી જ પરંપરા વર્ષોથી ચાલી રહી છે.

આર્ટિફિશિયલ ટ્રી

ક્રિસમસના પર્વ પર ટ્રી ફંક્શન ખાસ રીતે થાય છે જેના માટે લગભગ બધા પરિવારમાં ક્રિસમસ ટ્રીને લાઇટિંગથી સજાવવામાં આવે છે. એજ કારણ છે કે બજારમાં આર્ટિફિશિયલ ટ્રીના પોટ સરળતાથી મળી જાય છે. ચર્ચ તેમજ ઘરમાં સજાવવામાં આવતા આ ટ્રીની માંગ ક્રિસમસ નજીક આવતા વધી જાય છે. સદાબહાર શંકુધારી વૃક્ષ અને ક્રિસમસનો શુભ સંદેશ આપણાં હૃદયમાં પ્રેમ,શાંતિ, માફી તેમજ સેવાની નવી જ્યોત પ્રગટાવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *