Saturday, 27 July, 2024

Citizen’s reaction

76 Views
Share :
Citizen’s reaction

Citizen’s reaction

76 Views

राम-लक्ष्मण को देखकर मिथिलावासीयों की प्रतिक्रिया
 
(चौपाई)
बोली अपर कहेहु सखि नीका । एहिं बिआह अति हित सबहीं का ॥
कोउ कह संकर चाप कठोरा । ए स्यामल मृदुगात किसोरा ॥१॥

सबु असमंजस अहइ सयानी । यह सुनि अपर कहइ मृदु बानी ॥
सखि इन्ह कहँ कोउ कोउ अस कहहीं । बड़ प्रभाउ देखत लघु अहहीं ॥२॥

परसि जासु पद पंकज धूरी । तरी अहल्या कृत अघ भूरी ॥
सो कि रहिहि बिनु सिवधनु तोरें । यह प्रतीति परिहरिअ न भोरें ॥३॥

जेहिं बिरंचि रचि सीय सँवारी । तेहिं स्यामल बरु रचेउ बिचारी ॥
तासु बचन सुनि सब हरषानीं । ऐसेइ होउ कहहिं मुदु बानी ॥४॥

(दोहा)
हियँ हरषहिं बरषहिं सुमन सुमुखि सुलोचनि बृंद ।
जाहिं जहाँ जहँ बंधु दोउ तहँ तहँ परमानंद ॥ २२३ ॥
 
રામ-લક્ષ્મણના દર્શનની પ્રતિક્રિયા
 
બોલી અન્ય કહ્યું તેં ઠીક, લગ્ન સર્વનું સાધશે હિત.
વળી કોઇએ એવું જણાવ્યું, ધનુ શંકરકેરું રૂપાળું
ક્યાં એ કુલિશથીય કઠોર ક્યાં આ કોમળ શ્યામ કિશોર.
 
મને દીસે ના શક્યતા કોઇ, ત્યારે સન્નારી બીજી બોલી,
ભલે દેખાવે હોય કિશોર સુણ્યો મેં તો પ્રભાવને ઓર.
 
જેના ચરણકમળની રજ પામી સત્વર બનતાં અનઘ
કરી ઉદ્ધાર શકી અહલ્યા, ધનુ શંભુનું તોડશે તે ના ?
 
જે બ્રહ્માએ છે સરજી સીતા અતિસુંદર શાંત પુનિતા,
તેણે સરજી રાખ્યો વર શ્યામ, કહ્યું સૌએ જય શ્રીરામ.
 
(દોહરો)         
સુલોચના હર્ષિત બની નારી વિધુવદના
સુમનોને વરસી રહી સ્નેહે સ્વાગતનાં.
 
ઉભય બંધુ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પરમાનંદ
પ્રસરતો બધે સર્વને મળતી શાંતિ અનંત.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *