કોરોના કાળ ચાલુ
By-Gujju26-04-2023
395 Views

કોરોના કાળ ચાલુ
By Gujju26-04-2023
395 Views
કોરોના કાળ ચાલુ થયો ત્યારથી લોકોના અલગ અલગ સજેશન આવ્યા કરે છે, જેવા કે…..
નાકમાં સુંઠ નાખો, નાકમાં મીઠું નાખો,
થોડા દિવસો પછી કીધું, નાકમાં નાળિયેલ તેલ લગાવો,
પછી કીધું કે નાકમાં તજ, લવિંગ, હળદર, મીઠું, ચટણી, એલચી, ચમનપ્રાસ, તુલસીનો રસ, લીંબુનો રસ, દૂધીનો રસ, કારેલાનો રસ વગેરે વગેરે જે હાથમાં આવે તે નાખો…
અત્યાર સુધીમાં લગભગ 3 કિલો જેટલો મસાલો નાકમાં નાખી ચુક્યો છું.
નાકનો કલર લાલ, લીલો, પીળો થઇ ગયો છે.
હવે તો ઘરવાળીએ મસાલિયું પણ સંતાડી દીધું છે.
*મહેરબાની કરીને હવે કાંઈ નવું નો લાવતા*
નાકમાં , એક વઘાર જ કરવાનો
બાકી રહયો છે…!!