Dammar Daak 4 Lyrics in Gujarati
By-Gujju30-04-2023
Dammar Daak 4 Lyrics in Gujarati
By Gujju30-04-2023
હે આવો આવો
હે મારી જહુબઈ ઝોપડી આવો
હે આવો આવો
હે મારી હડકઈબઈ મેલડી આવો
માંના પાવા વાગે માંના ભુવા ધુણે
માંના પગલાં પડે ટળે દુખડા
માંના પાવા વાગે માંના ભુવા ધુણે
માંના પગલાં પડે ટળે દુખડા
માંની આંખનો પ્રભાવ
માંનો મમતા કેરો હાથ ફરે માથે
ભાગી જાય બધા ભૂતડા
માડી વાગે તારા ડાક તારા બાળ કરે હાદ
આવે તું તો થઇ જાય ભાગ ઉજળા
હે ચોટીલા વાળી
હા જાજી ખમ્મા મારી ચામુંડને જાજી ખમ્મા
હે ભગુડા વાળી
આવો માં આવો
હે ચોટીલા વાળી
ભગુડા વાળી
ચોટીલા વાળી
ભગુડા વાળી
આવો રમવા રે
માંના બાવરીયા તારા આયા
ડાકલા જબરા વાગ્યા
અરે જોરાવર તારા આયા
ચંડ મૂંડ હણનાર માડીના ઝાલરનો ઝણકાર
નીચે પડેલાને ઉગતા કરે એવી મારી માવડીનો ખમકાર ચમકાર
મળે એટલા પૂછે ગણો એટલા ખૂટે
ભનો એટલા સુખે પડે એટલા ડૂબે
ને જટ ચપટી કામ થાય પૂરું જો નામ તારું મુખે
મારી સાચી રે સત
આ પગને લાગી જો ગરબાની લત
કાળીયા ભીલની દેવી આટલી અરજ
કે સત બુદ્ધિ તું આપી દે જટ
તને રાખું આગળ તો પછી મને કોની વાટ
તો મન મૂકી ને તું રમ આજ
એવા વગાડું ડમ્મર ડાક કે નાસ્તિક ને અડે પવન
તું વ્હાલી છે તારા ખોટા સોગંદ ના ખવાય
તું વ્હાલી છે તારા ખોટા સોગંદ ના ખવાય
આજ ચોક પુરાયા માવડી
આજ રમવા આવો માવડી
આજ ચોક પુરાયા માવડી
આજ રમવા આવો માવડી
આવો ને આવો માવડી
તારા પાવરીયા રે આયા રમવા વ્હેલા આવો
તારા જાગરિયા આજ આયા રમવા વ્હેલા આવો
માડી તું રાખે નજર જો પ્રેમની તો ભાંગે કપરા દુઃખ
એ હેતના દરિયાવાળી જો મારે તું ફૂંક તો મળે ટાઢક ને
તારી આ હૂંફ જો રે ને હારે તો લાગે છે દૂર
આ દુઃખની બળ બળ બળ ફરતી ડમરીઓ
ને મેં જયારે જયારે કર્યો સાદ કંકુ કેરો હાથ તે ધરિયો
મહિસાસુરનો વધ તે કર્યો
તું મારા કુળની જનેતા રક્ષા કર
બેઠો છુ તને હું વિનવું કે હવે આવી ને ચોકમા
રાખ કહલ ને જાહો જલાલી તું રાખે
તારા છોરું નું જે કરે ખોટું એને આંખે તું રાખે
ને આખો ને આખો તું ચંડમુંડ હણનારી
મારી રણચંડી ચામુંડ
તું થાબડ થાબડ કરે તો આવી જાય મીઠડી ઊંઘ
તું વ્હાલનો દરિયો
મારી માવલડી તને જોવા આતુર આખું કુળ
ને વાગે છે પાવા તું આવીને જૂમ જૂમ જૂમ
માંના પાવા વાગે માંના ભુવા ધુણે
માંના પગલાં પડે ટળે દુખડા
માંના પાવા વાગે માંના ભુવા ધુણે
માંના પગલાં પડે ટળે દુખડા
માંની આંખ નો પ્રભાવ
માંનો મમતા કેરો હાથ ફરે માથે
ભાગી જાય બધા ભૂતડા
માડી વાગે તારા ડાક તારા બાળ કરે હાદ
આવે તું તો થઇ જાય ભાગ ઉજળા