Sunday, 22 December, 2024

Dariya Kinare Lyrics in Gujarati

245 Views
Share :
Dariya Kinare Lyrics in Gujarati

Dariya Kinare Lyrics in Gujarati

245 Views

હે તારે મારે નઈ બને એલા છેલ રે જુવાન
હા તારે મારે નઈ બને એલા છેલ રે જુવાન
રેવા દેને છેલીયા કહેવું મારુ માન
મારુ ઘર ગામમાં તારું ઘર શેરમાં
મારે છાપરુંનું તારે મેડી
દરિયા કિનારે તારા બંગલા હો જી રે ,હો જી રે
દરિયા કિનારે તારા બંગલા હો જી રે ,હો જી રે

તારે મારે નઈ બને એલા છેલ રે જુવાન
રેવા દેને છેલીયા કહેવું મારુ માન

હે તારે તો બીચ માથે રૂડો છે બંગલો
સામે ઘૂઘવતો રૂડો છે દરિયો
હા મારે તો ગોમડામાં નોનચક છાપરૂ
લીલુડા લીમડાને માથે છે છોયદો

હે તું ના શોભે મારી હારે
નઈ બને એલા તારે મારે
મારે છાપરુંનું તારે મેડી
દરિયા કિનારે તારા બંગલા હો જી રે ,હો જી રે
દરિયા કિનારે તારા બંગલા હો જી રે ,હો જી રે

તારે મારે નઈ બને એલા છેલ રે જુવાન
રેવા દેને છેલીયા કહેવું મારુ માન

હે તારે તો ફરવા શેર બજાર છે
મારુ તો ગોમડામાં છેવાડું ઘર છે
હા આખા રે ગોમની તારા પર નજર છે
તને નઈ એતો મનેજ ખબર છે

હે સૌવ કે છે મેં ફસાયો પ્રેમમાં તું ગાંડો થયો
મારો પીછો દે છોડી
દરિયા કિનારે તારા બંગલા હો જી રે ,હો જી રે
દરિયા કિનારે તારા બંગલા હો જી રે ,હો જી રે

તારે મારે નઈ બને એલા છેલ રે જુવાન
રેવા દેને છેલીયા કહેવું મારુ માન
મારુ ઘર ગામમાં તારું ઘર શેરમાં
મારે છાપરુંનું તારે મેડી
દરિયા કિનારે તારા બંગલા હો જી રે ,હો જી રે
દરિયા કિનારે તારા બંગલા હો જી રે ,હો જી રે
દરિયા કિનારે તારા બંગલા હો જી રે ,હો જી રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *