દવ તો લાગેલ ડુંગર મેં
By-Gujju05-05-2023
393 Views

દવ તો લાગેલ ડુંગર મેં
By Gujju05-05-2023
393 Views
દવ તો લાગેલ ડુંગર મેં,
કહોને ઓઘાજી, હવે કેમ કરીએ?
કેમ તે કરીએ? અમે કેમ તે કરીએ?
હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ,
બેસી રહીએ તો અમે બળી મરીએ રે..કહોને.
આરે વરતીએ નથી ઠેકાણું રે વહાલા,
પર વરતીની પાંખે અમે ફરીએ રે…કહોને.
સંસારસાગર મહાજળ ભરિયા વહાલા,
બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે..કહોને.
બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર,
ગુરુજી તારો તો અમે તરીએ રે…કહોને.
– મીરાંબાઈ