लग्नविधि में शामिल होने देवतागण पधारें
(चौपाई)
सुरन्ह सुमंगल अवसरु जाना । बरषहिं सुमन बजाइ निसाना ॥
सिव ब्रह्मादिक बिबुध बरूथा । चढ़े बिमानन्हि नाना जूथा ॥१॥
प्रेम पुलक तन हृदयँ उछाहू । चले बिलोकन राम बिआहू ॥
देखि जनकपुरु सुर अनुरागे । निज निज लोक सबहिं लघु लागे ॥२॥
चितवहिं चकित बिचित्र बिताना । रचना सकल अलौकिक नाना ॥
नगर नारि नर रूप निधाना । सुघर सुधरम सुसील सुजाना ॥३॥
तिन्हहि देखि सब सुर सुरनारीं । भए नखत जनु बिधु उजिआरीं ॥
बिधिहि भयह आचरजु बिसेषी । निज करनी कछु कतहुँ न देखी ॥४॥
(दोहा)
सिवँ समुझाए देव सब जनि आचरज भुलाहु ।
हृदयँ बिचारहु धीर धरि सिय रघुबीर बिआहु ॥ ३१४ ॥
દેવો લગ્નમાં ભાગ લેવા આવે છે
શિવબ્રહ્માદિ દેવો વિમાને ચઢીને અવનવા ભાવ ઉલ્લાસે,
જોવા કાજ વિવાહને ચાલ્યા, કરી ઉત્સવ આનંદે મ્હાલ્યા.
પેખી મિથિલાપુરી થયો પ્રેમ એની સુંદરતા સુખ તેમ
લાગ્યા તુચ્છ પોતાના લોક, ક્યાંય દેખાયો લેશ ન શોક.
નરનારી સૌ રૂપભંડાર શીલધર્મ ને જ્ઞાનનાં સાર,
થયાં દેવ દેવાંગના સહેજ ચંદ્રતેજે તારાશાં નિસ્તેજ.
પેખી બ્રહ્માય વિસ્મય પામ્યા, હતા જે જે પદાર્થો ન્યારા
એમાં રચના ના એમની ભાળી, થઇ સૃષ્ટિ સ્વતંત્ર જ સારી.
(દોહરો)
કહ્યું શંકરે દેવને પામો અચરજ ના,
સીતા ને રઘુવીરનો વિવાહ અનુપમ આ.