દેવ દિવાળી એટલે શિવ દિવાળી
By-Gujju26-10-2023
દેવ દિવાળી એટલે શિવ દિવાળી
By Gujju26-10-2023
આજે ઘેર ઘેર મનાવવામાં આવશે દેવઉઠી એકાદશી. સજશે તુલસીમાતા નો મંડપ. કાર્તિક માસની અગિયારસ એટલે દેવઉઠી અગિયારસની સાથે ગોઘૂલી મૂર્હતમાં ભગવાન શ્રી વિષ્ણુ શેરડીના મંડપ નીચે તુલસીની સાથે ફેરા લગાવશે. તેની સાથે શુભ કાર્યોની મંગલમયી શરૂઆત થઈ જશે. આ દિવસે લગ્ન માટે સ્વંય સિધ્ધ મૂર્હત હોવાનું મનાય છે.
દિવાળીમાં શરૂ થયેલો દીપોત્સવ તુલસી વિવાહની સાથે પૂરો થાય છે. આ દિવસે ઘેર ઘેર તુલસી વિવાહની ધૂમ હોય છે. રંગોળીથી આંગણું સજાવવામાં આવે છે. ફૂલોથી સજેલી તુલસીનું પૂજન કરી તેમને બોર, આમળા, શેરડી, ચણાના પાન, ધાણી, પતાશાનો નૈવેધ બતાવવામાં આવે છે.
કોણ છે તુલસી ? પહેલી કથા
એક કથા મુજબ તુલસી નામની એક ગોપી બાલકૃષ્ણ(ભગવાન શ્રીકૃષ્ણ) ની ખૂબ ભક્ત હતી. તેમનું નામ જપતાં જપતાં તે કૃષ્ણવર્ણની થઈ ગઈ. રાધારાણીને તે જરાય ગમતી નહોતી. આ ઈર્ષાને કારણે તેમણે તેને વનસ્પતિ બનવાનો શ્રાપ આપી દીધો. તેનું પરિણામ એ આવ્યું કે જે તુલસી કૃષ્ણને ક્યારેક જ મળતી તે, હવે ચોવીસો કલાક તેમના ગળામાં રહેવા લાગી.
બીજી કથા – બીજી કથા મુજબ જાલંધર રાક્ષસની પત્ની વૃંદા શ્રેષ્ઠ પતિવ્રતા હતી, પણ સમાજ પર તેના અત્યાચારો એટલા વધી ગયા હતા કે તેનો અંત કરવો જરૂરી હતો. પણ વૃંદાના સતીત્વને કારણે તે શક્ય નહોતુ. વિષ્ણુએ જાલંધરનું રૂપ ધારણ કરી પહેલા તો વૃંદાના સતીત્વનો ભંગ કર્યો અને છળથી યુધ્ધ જીતી લીધુ. વૃંદાએ પોતાની જાતને અગ્નિને સમર્પિત કરી દીધી. તેની ચિતાથી જે છોડ ઉગ્યો તે તુલસી છે. જેને શ્રી વિષ્ણુએ પોતાના પૂજનમાં વિશેષ સ્થાન આપ્યું.
ત્રીજી કથા – પદ્મપુરાણ મુજબ સુભદ્રા અને રુકમણીના ઝગડામાં શ્રીકૃષ્ણને જ્યારે સોનાથી તોલવામાં આવ્યા ત્યારે રુકમિણિએ ફક્ત એક તુલસીના પાનથી ત્રાજવું પોતાની તરફ નમાવી લીધુ હતુ. આથી શ્રીકૃષ્ણને તુલસી પ્રિય છે.
તુલસીનું મહત્વ
લોક સાહિત્યમાં આના પર ઘણા ગીત છે. અલૌકિક પ્રેમની પ્રતિક તુઅલ્સી ઘરને પવિત્ર કરે છે, પણ ઘરમાં પ્રવેશ નથી કરતી. તેના દર્શન કરવા ગૃહિણી પોતે બહાર આવે છે. દર્શન,સ્પર્શ, નમન ધ્યાન, પૂજન, રોપણ અને સેવન આ સાત પ્રકારોથી તુલસીની પૂજા કરવામાં આવે છે.
બેંડબાજાવાળાઓની પૂછપરછ વધશે –
દેવ ઉઠી અગિયારસથી લગ્નની ધૂમ શરૂ થઈ જશે. આજના દિવસનું બુકિંગ તો ધણી જગ્યાએ ચાર મહિના પહેલા જ થઈ ગયુ હતુ.